gajeravidyabhavanguj
શિક્ષકો માટે પ્રશિક્ષણ વર્ગ
Updated: Sep 29, 2021
ગજેરા વિદ્યાભવન ઉત્રાણમાં તારીખ-20/9/2021 ને સોમવારના રોજ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી , ગાંધીનગર દ્વારા અભ્યાસકેન્દ્રોના પ્રશિક્ષકો માટે પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગજેરા વિદ્યાભવન સંસ્થાના ટ્રસ્ટીશ્રી કિંજલબેન ગજેરા, ડૉ. હર્ષદભાઈ શાહ, સંજયભાઈ ડુંગરાણી, ગજેરા શાળાના કો-ઓર્ડીનેટર શ્રી જયેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા. આ તાલીમી કાર્યક્રમમાં ગાંધીનગર ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીમાંથી ૮ પ્રધ્યાપકો તેમજ જુદી જુદી કોલેજ અને શાળાના લગભગ ૪૦ જેટલા તાલીમાર્થીઓએ આ તાલીમી કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

આ તાલીમી કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના કુલપતિ ડો. હર્ષદભાઇ શાહ હતા.આ ઉપરાંત ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીમાંથી આઠ જેટલા પ્રાધ્યાપકો તાલીમ આપવા માટે આવ્યા હતા.આ કાર્યક્રમની શરૂઆત સરસ્વતીવંદના અને દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શરૂઆતનું ઉદબોધન શાળાના આચાર્યાશ્રી ભાવિષાબેન સોલંકીએ કર્યુ હતું. તેમજ શાળાના કો-ઓર્ડીનેટર શ્રી જયેશભાઈએ વટવૃક્ષ સમાન ફેલાયેલી ગજેરા સંસ્થાનો પરિચય કરાવ્યો હતો. તેમજ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના કુલપતિ ડૉ.હર્ષદભાઈ શાહ યુનિવર્સિટીના અલગ અલગ ભવ્ય સોપાનોથી માહિતગાર કર્યા. જેમાં યુનિવર્સિટીમાં અલગથી ડિપાર્ટમેન્ટ ઓફ ટોય ઇનોવેશન વિભાગ શરૂ કરવામાં આવ્યો છે.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ઉદેશ્યથી "મેકિંગ ઇન્ડિયા ટોય" ડિપાર્ટમેન્ટની રચના કરવામાં આવી છે. જેમાં અલગ-અલગ 25 રમકડા ની ડિઝાઇન કરવામાં આવી છે.આ ઉપરાંત માનવ શરીર પાંચતત્વોનું બનેલું છે. જેમાં અન્નમય કોષ, પ્રાણમય કોષ, મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ, આનંદમય કોષ વગેરે વિષયની ચર્ચા કરવામાં આવી હતી. હંમેશા દરેક વ્યક્તિને પોતાના રાષ્ટ્ર પ્રત્યે આદરભાવ અને લાગણી હોવી જોઈએ અને એ માટે સ્વદેશી વસ્તુઓનો જ વ્યવહારમાં ઉપયોગ કરવો એ જણાવ્યું.

આ ઉપરાંત બાળક નો ઉછેર એવી હૂંફ અને સંભાળથી થવો જોઈએ.કે જેથી તે શારીરિક ,માનસિક, બૌદ્ધિક, ભાવનાત્મક અને આધ્યાત્મિક રીતે સ્વસ્થ માનવ તરીકે વિકસે અને તેને આત્મસાક્ષાત્કારના અવસર મળી રહે. અને શિક્ષકો મન-વચન-કર્મથી બાળકને પ્રેમ કરવો જોઈએ તે પણ જણાવ્યું હતું.
આજે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી માં લગભગ ૪૦ જેટલા શિક્ષકો સાથે આ દરેક ડિપાર્ટમેન્ટ સાથે કામ ચાલી રહ્યું છે. જેમાં ગર્ભસંસ્કાર,C.C.C.નો કોર્સ,ટોય ઇનોવેશન આ દરેક કોર્સ માટે કામ કરી રહ્યા છે. આ પ્રવચન બાદ દરેક તાલીમાર્થીશ્રીઓએ તેમજ મહેમાનશ્રીઓએ સ્વરુચિ ભોજન લીધું હતું. ત્યારબાદ દરેક તાલીમાર્થીઓએ અલગ-અલગ પ્રોફેસરો દ્વારા વિષયને અનુરૂપ તાલીમ માટે જુદા જુદા વિભાગમાં બેસાડવામાં આવ્યા હતા.તેમજ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી, ગાંધીનગર દ્વારા ચલાવાતા અભ્યાસક્રમ,કોર્સ, પેપર, માળખા વિદ્યાર્થી ફી, અંગેની સમજ આપવામાં આવી હતી. એડમીશન માટેની વાત કરવામાં આવી હતી. તાલીમાર્થીઓ પાસેથી ફીડબેક આપવામાં આવ્યા હતા.
તાલીમ પૂર્ણ થતાં પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તથા ગ્રુપ ફોટો લેવામાં આવ્યા હતા.
આ પ્રશિક્ષણ વર્ગમાં તાલીમાર્થીઓને યુનિવર્સિટી વિશે તથા તેના ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ વિશે તથા ઉદ્દેશ્યની પરિપૂર્તિ માટેના વિવિધ કોર્સ વિશે માહિતી પ્રાપ્ત થઈ હતી.તથા પોતાના કોર્સ વિશેની તાલીમ પણ પ્રાપ્ત થઈ.જે તાલીમાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી રહેશે.
Every child is important.