top of page
  • Writer's picturegajeravidyabhavanguj

શિક્ષક-બાળક-વાલીનો ત્રિવેણી સંગમ

Updated: Feb 2, 2022

આપણી શાળા શ્રીમતી એસ.એસ.ગજેરા વિદ્યાભવન કતારગામમાં તા-27/1/2022 ના રોજ ધોરણ-1,2 , તા-28/1/2022 ના રોજ ધોરણ-3,4 તેમજ તા-29/1/2022 ના રોજ ધોરણ-5 થી 7 ના વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ હેતુ વાલી મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

વિદ્યાર્થીના ભણતરની સાથે ઘડતર કરવા વાલી તથા શિક્ષકનો સુમેળ વધારે અસરકારક બને છે, આજનું બાળક આવતીકાલનું ભવિષ્ય છે. તેનું યોગ્ય સંસ્કાર અને શિક્ષણનું માર્ગદર્શન પૂરું પડે તો જ ભાવિ ઉજ્જવળ બની શકે છે. તે માટે શિક્ષકના અથાગ પ્રયત્નની સાથે વાલીના સહકારની પણ એટલી જ જરૂર પડે છે.

વિદ્યાર્થીમાં રહેલી સુષુપ્ત શક્તિને એક શિક્ષક બહાર લાવી શકે, ઓળખી શકે છે પરંતુ તે શક્તિને પૂર્ણ રૂપે ખીલવાનું કામ તેના વાલીના સહકારથી જ શક્ય બની શકે છે. તે જ રીતે બાળક ક્યાં ભૂલ કરે છે, તેની જાણ શિક્ષકને હોય છે તે ભૂલ અને બાળકમાં રહેલી કમજોરી વાલીના પ્રયત્નથી સારી રીતે દૂર કરી શકાય છે.

વિદ્યાર્થીનું ઘડતર અને વિકાસ એટલે બાળક, વાલી અને શિક્ષકનો ત્રિવેણી સંગ . વાલીશ્રીએ બાળકના ઘડતર માટે જે સમય ફાળવે છે તે બાળકોના ઉજ્જવળ ભવિષ્યની સાથે વાલીના વૃદ્ધા અવસ્થામાં પણ સહભાગી થાય છે. આ એક સચોટ અભિવ્યક્તિ છે. આમ તેને અનુરૂપ બાળકની દરેક પળથી માહિતગાર થઈને બાળકોની પ્રગતિ માટે સતત પ્રયત્નશીલ રહીએ.

વાલીશ્રીએ પોતાના બાળકને ક્યારેય બીજા સાથે સરખાવવી નહીં. જો તમે એ કેમ કરો છો તો તમે તમારા બાળકનું અપમાન કરી રહ્યા છો.

“every child is special.”

“વાલી બાળકને જીતતા નહીં જીવતા શીખવાડે એવી અભ્યર્થના…”

442 views0 comments

Recent Posts

See All
bottom of page