gajeravidyabhavanguj
શિક્ષક દિન
शि :- शिखर तक ले जानेवाला
क्ष :- क्षमा करनेवाला
क:- कमजोरी दूर करनेवाला
૫ મી સપ્ટેમ્બર એટલે આપણા ભૂતપુર્વ રાષ્ટ્રપતિ શ્રી ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ. તેમના જન્મદિવસને આપણે “શિક્ષકદિન” તરીકે ઉજવીએ છીએ. તે શિક્ષાના પ્રત્યે ખૂબ જ સમર્પિત હતા. રાષ્ટ્રપતિના પદ પર આવતા પહેલાં તેઓ ચેન્નઈ પ્રેસિડેન્સી કોલેજમાં મલયાલમ ભાષાનાં શિક્ષક હતા.
શિક્ષક એક એવી કડી છે જે નાનકડા બાળકને સમાજમાં અને જીવનમાં કેવી રીતે આગળ વધવું. સાચૂં-ખોટું અને સારું-ખરાબની ઓળખ કરાવવી, તેમજ બાળકમાં રહેલી આંતરિક શક્તિ વિકસિત કરે છે.
“શિક્ષકદિન” ના દિવસે શાળાઓમાં બાળકો શિક્ષક બનીને ભણાવે છે અને શિક્ષકોના માનમાં કેટલીક જગ્યાએ જુદા-જુદા કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવે છે.
“શિક્ષકદિન” ની ઉજવણીના ભાગરૂપે અમારી શાળા ગજેરા વિદ્યાભવનના બાળકોએ પણ “શિક્ષક” નો રોલ અદા કર્યો હતો. જેમાં ધોરણ ૫ થી ૭ ના કુલ ૧૧૦ વિધાર્થીઓએ ભાગ લીધો હતો. ભાગ લીધેલ તમામ વિદ્યાર્થીઓએ પોતાને મળેલા વિષયની ખુબ જ સરસ તૈયારી કરી હતી. તમામ વિદ્યાર્થીઓના ચહેરા પર એક અનોખા પ્રકારનો ઉત્સાહ જણાતો હતો.
ખરેખર, એક ગુરુ પોતાના શિષ્યને એક જ ગુરુમંત્ર આપે છે,કે જીતવાનું તો ક્યારેક જ હોય છે, પણ શીખવાનું તો દરેક વખતે હોય છે.શિક્ષક એ જ્ઞાનરૂપી બેંકનું લોકર છે, જ્યાં વિદ્યાર્થી પોતાના હૈયાની વાત રૂપી દાગીના મુખી શ્રદ્ધારૂપી વ્યાજ મેળવે છે. પ્રસિદ્ધિનું સૌંદર્ય એ આપણાં વીરતાપૂર્વક કરેલાં કાર્યોની સોડમ છે. એક સાચો શિક્ષક તો સપનાઓનું વાવેતર કરતાં શીખવે છે. અને સિદ્ધિઓનો મબલખ પાક લણી, પોતાના શિષ્યને સંસ્કારોથી માલામાલ કરી ડે છે.
ज्ञान देनेवाले गुरु को वंदन है |
उनके चरणोंकी धुल भी चंदन है ||