gajeravidyabhavanguj
શિક્ષક એ આજીવન પ્રવૃત્ત હોય છે.
કાષ્ઠ ને ચંદન કરે, ઉરને નંદન કરે,
તેવા શિક્ષકને કોણ વંદન ન કરે ?

શિક્ષક એક વહેતી નદી જેવો છે. જેના મનમાં કોઈ નાતજાતના ભેદભાવ નથી. જેના સ્વભાવમાં પ્રવાહિતા છે. સર્વને સમાવી શકે એવું વિશાળ હૃદય છે. સર્વને સમાનભાવે અને નિ:સ્વાર્થભાવે જોવાની દ્રષ્ટી હોય. એમસર્ન કહે છે. “જે વ્યક્તિ અઘરી બાબતોને સહેલી બનાવે છે તે શિક્ષક છે”
શિક્ષક માટે જ્ઞાન તો આવશ્યક જ છે. પણ એ જ્ઞાન પચાવવા સરળ બનાવવા શિષ્યોના મનમાં ઉતારવા મહેનત કરવી જોઈએ. વર્ગમાં જતા પહેલાં તેની તૈયારી કરવી જોઈએ. શિક્ષકે પોતાની લાયકાત અને જ્ઞાન વધારવા હંમેશા પ્રયત્નશીલ રહેવું જોઈએ. અવનવી વાતો, નવું પુસ્તક, નવી શિક્ષણની પ્રયુક્તિ, નવી શિક્ષણની એપ થી જાણકાર, સતત અપડેટ રહેતા હોય એવા શિક્ષકને વિદ્યાર્થીઓ હૃદયના વંદન પાઠવતા હોય છે.
"જ્ઞાન, કર્મ અને ભક્તિ ત્રણે માર્ગોનો સંગમ એટલે શિક્ષક."

આજે શિક્ષણ વર્ગથી ચાર દિવાલોમાંથી બહાર આવીને ઘર, સમાજ અને વિશ્વમાં વિસ્તરી ચૂકવું છે. ત્યારે એક શિક્ષકે વર્ગખંડમાં એવું વાતાવરણ ઉભું કરવાની જરૂર છે. જેમાં વિદ્યાર્થીઓની જીજ્ઞાસાવૃત્તિ સંતોષાય. અભ્યાસમાં થતા પરિવર્તન સાથે તાલમેળ સાધવા તેણે કંઈક ને કંઈક નવું નવું શિખતા જ રહેવું પડે છે.
"શિક્ષક, સમાજ ઘડતરનો શિલ્પકાર છે"
બાળકોને ગમ્મત સાથે જ્ઞાન મળી રહે એ માટે અમારી શાળામાં શિક્ષકો માટે બેસ્ટ ટીચિંગ એડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બધા જ શિક્ષકોએ ભાગ લીધો હતો અને નકામી વસ્તુમાંથી ખુબ જ સુંદર શૈક્ષણિક સાધનોની કલાકૃતિઓ બનાવી હતી અને તેના દ્વારા બાળકોને અઘરા લાગતા વિષય કેવી રીતે સરળતાથી રમતા રમતા શીખવી શકાય તેની સમજુતી આપી હતી.