top of page
  • Writer's picturegajeravidyabhavanguj

શિક્ષક એટલે એક સમુદ્ર



શિક્ષક એટલે જે બંધ મગજને પ્રજ્વલિત કરી દે, અજ્ઞાનતાને પ્રતિભાના સૂર્યમાં તબદીલ કરે.

ઈશ્વરે આપણને ભલે સરહદ પર યોધ્ધાની જેમ જીવ આપવાની તક નથી આપી પરંતુ તેની સામે વર્ગમાં બેઠેલા લાખો બાળકો માટે પોતાનો જીવ રેડીને ભણાવી શકીએ અને શ્રેષ્ઠ ભારતનો દેશભક્ત, ઈમાનદાર નાગરિક બનાવી શકીએ એવી તક માત્ર અને માત્ર એક શિક્ષકને જ આપી છે. એક કુંભાર જેવી રીતે માટીના વાસણને આકાર આપે છે એમ જ શિક્ષક આપણા જીવનને દિશા આપે છે.

એક ડોક્ટર, એક વકીલ, એક અધિકારી કે સફળ ઉધોગપતિના ઘડતરમાં શિક્ષકનો ખુબ જ મહત્વનો ફાળો હોય છે. દેશના ભાવિ નાગરિકોના સર્જનનો પાયો એક શિક્ષકના હાથમાં છે. બીજાની સફળતા ઉપર ગર્વ લેવો એ એક શિક્ષક હૃદય જ કરી શકે છે.


“કર્મનિષ્ઠ, સ્વકર્મમાં તથા શિસ્તપાલન,

‘કે’ કાર કર્મકુશલતા તથા અનુશાસન,

કર્મનિયમ મનમુક્તતા તથા અનુશાસન,

કથિત ત્રણેય લક્ષણોનો શિક્ષક કરે વિચાર”

માતા-પિતા, બાળકોને જન્મ જરૂર આપે છે. પણ શિક્ષક તેમના ચરિત્રને આકાર આપીને ઉજ્જવલ ભવિષ્યનો પાયો તૈયાર કરે છે. શિક્ષક એ વ્યક્તિ છે જે વિદ્યાર્થીઓને કાંટાળા માર્ગે પણ હસીને ચાલવા માટે પ્રોત્સાહિત કરે છે. શિક્ષકની એ ધરા હોય છે જે વિદ્યાર્થીને સાચું ખોટું અને સારું-ખરાબની ઓળખ કરાવવા માટે બાળકની અંદર રહેલી શક્તિઓને વિકસિત કરવાની આંતરિક શક્તિને વિકસીત કરે છે. તે પ્રેરણાના ફુવારા થી બાળક રૂપી મનને સીંચીને તેના પાયાને મજબુત કરે છે. ભગવાન શ્રીરામ અને શ્રીકૃષ્ણ એ શિક્ષા મેળવવા માટે બાળપણમાં પોતાનું ઘર છોડીને ગુરૂઆશ્રમમાં રહી શિક્ષા મેળવી અને પોતાનું જીવન સાર્થક બનાવ્યું.

આપણા દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ આવા જ એક આદર્શ શિક્ષક હતા. સર્વપલ્લી રાધાકૃષ્ણન ભારતીય સંસ્કૃતિના સંવાહક, મહાન દાર્શનિક, ફિલોસોફર અને ભારતરતન પ્રાપ્તકર્તા હતા. શિક્ષક દ્વારા સમાજમાં આપેલા યોગદાનને બિરદાવવા માટે ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણન ના જન્મ દિવસને શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

આજરોજ અમારા બાલભવનમાં પણ શિક્ષક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વાલીશ્રીઓ શિક્ષકના કાર્યને સમજે એ હેતુથી વાલીશ્રી માટે 'ક્રિએટીવ ટીચિંગ' નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાલીશ્રીઓએ શાળામાં આવી બાળકોને ભણવાનો અનુભવ કર્યો હતો. દરેક શિક્ષક બાળકોના પ્રેરણાસ્ત્રોત હોય છે. શિક્ષકના જીવનમાંથી બાળક કંઈક ને કંઈક શીખતો રહે છે. અમારી જ શાળાના માધ્યમિક શાળાના બાળકો માટે 'ક્રિએટીવ ટીચિંગ' સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેમણે અમારા બાલભવનમાં આવી અમારા બાળકોને અભ્યાસ કરાવ્યો હતો. દરેક શિક્ષક જે સમાજના ઘડતરમાં પોતાનો અમુલ્ય ફાળો આપે છે. તેમને શિક્ષક દિવસની હાર્દિક શુભેચ્છાઓ...

772 views0 comments
bottom of page