gajeravidyabhavanguj
શબ્દોની માયાજાળ
માં તરફથી અતિ અમુલ્ય વારસામાં મળેલ ભાષા એટલે માતૃભાષા બાળક બાળપણથી જ ઘણા શબ્દોથી પરિચિત હોય છે. ધોરણ-5 ના બાળક પાસે ઓછામાં ઓછું બે હજાર જેટલા શબ્દોનું શબ્દભંડોળ હોય છે. આ શબ્દભંડોળ દ્વારા તે શબ્દો અને વાક્યોની મદદથી પ્રત્યાયન કરી શકે છે. પ્રત્યાયન માટે બાળક પાસે શબ્દોનું શબ્દભંડોળ અતિ આવશ્યક છે.
“શબ્દોની માયાજાળ ગૂંથી મથ્યા કરૂ,
અર્થના ઉકેલ મહી જ રાખ્યા કરું.
આમ, ઘણી રહી સમસ્યાઓ છતાં,
ગૂંચવણોથી ભર્યું ભર્યું આ શબ્દ ભંડોળ.
સત્વરે નથી મળતા ઉકેલ છતાં મથ્યા કરું.”
ગજેરા વિદ્યાભવન પ્રાથમિક વિભાગ કતારગામ ધોરણ-5, વિષય ગુજરાતીમાં વિદ્યાર્થીઓનો માનસિક તેમજ બૌધ્ધિક વિકાસ થાય અને તેમના શબ્દભંડોળની ચકાસણી થાય તથા વિદ્યાર્થીઓ ઘર,શાળા અને વર્ગખંડની ચીજવસ્તુઓથી કેટલા પરિચિત છે તે જાણવાના હેતુથી વિદ્યાર્થીઓનું શબ્દભંડોળ ચકાસવાનું આયોજન કરેલ હતું. વિદ્યાર્થીઓએ ગુજરાતી ભાષાની આ પ્રવૃત્તિમાં ખૂબ ઉત્સાહભેર ભાગ લઈ તેમની અંદર રહેલ પ્રતિભા બહાર લાવી ખેલવવાનો અમારો નાનકડો પ્રયાસ રહ્યો તથા વિદ્યાર્થીઓ શબ્દોની ખાનાપૂર્તિ કરી નવા શબ્દો શોધી શક્યા.
આપણી માતૃભાષા એટલે કે ગુજરાતીમાં બાળક જ્ઞાનને ઝડપથી ઝીલે છે જે ભાષામાં બાળકનો ઉછેર થયો છે તે જ ભાષામાં ગ્રહણશક્તિ, સમજશક્તિ અને વિચારશક્તિ વધુ ખીલે તેમજ બાળક વિશેષ પ્રોત્સાહિત બની પોતાનું જ્ઞાન અને અનુભવને નિ:સંકોચપણે વ્યક્ત કરવાની તક બાળકને સાંપડે છે.
ગુજરાતી ભાષા વિશ્વમાં 2007 મુજબ 26માં ક્રમની સૌથી વધુ બોલાતી ભાષા છે. ૭૦૦ વર્ષ કરતાં વધુ જૂની છે.બાળકનું ભાષા ભંડોળ ચાર ભાષામાં વિકસે છે (સંસ્કૃત, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી) વિષય શિક્ષણમાં રસ-રુચિ વધે છે તેમજ આત્મવિશ્વાસ રૂઢ બને છે, તથા બાળકની જિજ્ઞાસાવૃત્તિ સંતોષાય છે.