gajeravidyabhavanguj
વિશિષ્ટ બાળકો સાથે સાંકેતિક પત્યાયનની કલા.
કતારગામ સ્થિત ગજેરા વિધાભવનમાં આજરોજ તા.07/01/22 શુક્રવારના રોજ કારુલકર પ્રતિષ્ઠાન ધ્વારા ઉપરોકત વિષયે બાળકો માટે વિશિષ્ટ સાંકેતિક ભાષાના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. કલાએ શાબ્દિક કે અશાબ્દિક રીતે જે બોલી શકતા નથી તેવા બાળકો કલા ધ્વારા પોતાનું પ્રત્યાયન કરી શકે છે. કલા નિષ્ફળ જવાની શક્યતા રહેતી નથી અને તેઓ નિરાશ નથી થતા. આ કલા ધ્વારા તેનામાં રહેલી લાગણીઓને બહાર લાવવાની પૂરી તક મળે છે. આવા બાળકો જયારે આપણને મળે ત્યારે આપણે પણ તેમને મદદ કરી શકીએ છીએ. તેમની સાથે સાંકેતિક પ્રત્યયન કરી શકીએ છીએ. જે સમજવા માટે આજરોજ ગુજરાતી માધ્યમ, અંગ્રેજી માધ્યમ, C.B.S.C બોર્ડ બાળકોએ કોન્ફરન્સ હોલમાં બેસીને ભાગ લીધો હતો. દૈનિક પ્રકિયા વાક્યો જેવાકે GOOD MORING, WEL COME, HI, THANKS જેવા રોજ વપરાતા વાક્યો સાંકેતિક ભાષામાં બંને હાથની આંગળી દારા રજૂ કર્યા. A,B,C,D તેમજ વારના નામ અંગ્રેજી મહિનાના નામ બાળકો બીજા બાળકો સાથે સાંકેતિક ભાષા ધ્વારા વાતચીત પોલીસ, હોસ્પિટલ, ફાયર, ટીચર, વિવિધ વિષય, વગેરેનું સંપુર્ણ સંવાદ હાથની આંગળીઓથી કરવામાં આવ્યો હતો. છોકરાઓ અને છોકરીઓએ આનંદથી ભાગ લીધો હતો. તેમજ બાળકો ધ્વારા પ્રશ્નોતરી કરવામાં આવી હતી. તેના ઉતરો સાંભળીને બાળકો અચરજ પામ્યા હતા. કારુલકર પ્રતિષ્ઠાન ધ્વારા નિયુકત કરેલા પ્રતિનિધિ સંભવી મેડમ તેમજ અન્ય પ્રતિનિધિ ધ્વારા રજૂઆત કરવામાં આવી હતી