gajeravidyabhavanguj
વિશ્વ સંસ્કૃત દિવસ

આ દિવસની ઉજવણી શ્રાવણ પૂર્ણિમાના દિવસે થાય છે. આ દિવસની ઉજવણી ૧૯૬૯થી થાય છે. સંસ્કૃતિના પ્રચાર-પ્રસાર માટે આ દિવસની ઉજવણી થાય છે. આ દિવસ એટલા માટે પસંદ કરવામાં આવ્યો કારણ કે આ દિવસે પહેલા આશ્રમમાં ઋષિમુનિઓ અને ગુરુદ્વારા અભ્યાસની શરૂઆત થતી હતી. પોષ પૂર્ણિમાથી શ્રાવણ પૂર્ણિમા સુધી આશ્રમ દ્વારા રજાઓ રહેતી અને શ્રાવણ મહિના થી આ આશ્રમોમાં અભ્યાસક્રમ ચાલુ કરવામાં આવતો આ દિવસે વેદોનું વાચન કરવામાં આવતું. (રક્ષાબંધનના દિવસે વિશ્વ સંસ્કૃત દિવસ ઉજવાય છે.)
સંસ્કૃત ભાષા આ દિવસની સૌથી પ્રાચીન ભાષા માનવામાં આવે છે. પ્રાચીન વેદો,ઉપનીષદો,શ્લોકો વગેરે સંસ્કૃત ભાષામાં લખવામાં આવ્યું છે. સંસ્કૃત ભાષામાંથી નેપાળી, હિન્દી, બંગાળી, પંજાબી, ગુજરાતી વગેરે ભાષાઓનો ઉદ્ભવ થયો છે. વિશ્વના અનેક વિદ્યાનો સંસ્કૃત ભાષાને સૌથી જૂની ભાષા ગણાવે છે. ગુપ્તકાળ એ સંસ્કૃત ભાષાનો સુવર્ણયુગ ગણાય છે. હિન્દુ આર્ય સમાજ દ્વારા આ ભાષાનો ઉદભવ થયો હતો.
ભારતીય ભાષા ગુજરાતી, હિન્દી, ઉર્દૂ, કાશ્મીરી,ઉડિયા, બંગાળી, મરાઠી, સિંધી, પંજાબી, નેપાળી વગેરે જેવી ભાષા સંસ્કૃતમાંથી ઉત્પન્ન થઇ છે. રોમન ભાષા પણ સંસ્કૃતમાંથી ઉદ્ભવી છે.હિન્દુ ધર્મના લગભગ બધા જ ધર્મ ગ્રંથો સંસ્કૃતમાં જ લખવામાં આવ્યા છે. આજે પણ હોમ, હવન, યજ્ઞ, પૂજા વિધિ વગેરેમાં તમામ શ્લોકો સંસ્કૃત માં જ છે. બ્રાહ્મણો અને પંડીતો સંસ્કૃત ભાષાના નિષ્ણાંતો હોય છે. સંસ્કૃત ભાષા નાગરી કે દેવનાગરી લિપિમાં લખાય છે. દેવનાગરી લિપિમાં 13 સ્વર અને 33 વ્યંજન છે.
આજે સંસ્કૃત દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. સંસ્કૃત ભાષા પ્રાચીન ભાષા હોવાને કારણે સંસ્કૃત દિવસની ઉજવણી કરવામાં આવે છે. આજના દિવસે લોકો સંસ્કૃત ભાષાનું મહત્વ અને તેની જરૂરિયાત વિશે સમજ આપતા કાર્યક્રમો થાય છે. ભારત સરકારે દર વર્ષે શ્રાવણ પૂર્ણિમાના દિવસે સંસ્કૃત દિવસની ઉજવણી કરવામાં આવે છે. રક્ષાબંધન પણ આ દિવસે જ ઉજવવામાં આવે છે. શ્રાવણ પૂર્ણિમાને ઋષિઓના સ્મરણ અને સમર્પણનો ઉત્સવ તરીકે મનાવવામાં આવે છે. કહેવાય છે કે ગુરુકુળમાં વેદોનો અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ આ દિવસે જનોઈ પહેરાવવામાં આવે છે. આ દિવસે બ્રાહ્મણો નવી જનોઈ પહેરે છે. આ સંસ્કારને ઉપનપન અથવા ઉપકર્માં સંસ્કાર પણ કહેવામાં આવે છે. ઋષિને સંસ્કૃત સાહિત્યના પિતા અને તેના સમર્થક માનવામાં આવે છે. સંસ્કૃત ભાષા અનેક ભાષાઓની જનની છે.
આજે પણ હિન્દુ ધર્મમાં મોટાભાગના યજ્ઞ અને પૂજાઓ સંસ્કૃતમાં જ થાય છે. લગભગ સાડા ત્રણ હજાર વર્ષ પહેલાંના લિખિત સંસ્કૃત ભાષાના દાખલા મળેલા છે. દુનિયાનું મોટામાં મોટું શબ્દ ભંડોળ સંસ્કૃત ભાષામાં છે. 102 અબજ ૭૮ કરોડ ૫૦ લાખ શબ્દોનો અત્યાર સુધી સંસ્કૃત માં ઉપયોગ થયો છે.
‘હાથી’ શબ્દ માટે સંસ્કૃતમાં સો સમાનાર્થી શબ્દ છે અને ‘પ્રેમ’ શબ્દ માટે 99 ‘પાણી’ માટે 70 થી વધુ શબ્દો અને ‘જવું’ ક્રિયાપદ માટે 122 શબ્દો છે. આ દરેક શબ્દો ચોક્કસ અને ખાસ સમયે જ વપરાય છે.વાગમ્ભ્રુંણીય સૂક્ત ઋગ્વેદમાં કહ્યું છે.
अहं राष्ट्री संगमनी वसूनां चिकीतुषि प्रथमा यज्ञियानाम् |
એટલે કે હું સંસ્કૃતવાણી સમગ્ર રાષ્ટ્રની છું. દેશને સમૃદ્ધ કરી શકું છું. વિદ્યાનો ભંડાર છું અને જેનું સન્માન કરવામાં આવે છે તેના મારું સ્થાન પ્રથમ છે.
ભારતની સમગ્ર સંસ્કૃતિ સંસ્કૃતમાં જ પોષાઈ છે અને પ્રસરી છે. આજના જમાનામાં વિદેશી ભાષાઓના વધતા જોરમાં માતૃભાષા જીવાડવાના ઠેરઠેર કાર્યક્રમો થતા હોય ત્યાં કર્ણાટકના એક ગામમાં દરેક લોકો સંસ્કૃતમાં બોલે છે. ‘મત્થુર’ નામક કર્ણાટકના શિમલા જિલ્લાનું એક ગામ છે. જે સંસ્કૃત ભાષાના સંરક્ષણ માટે જાણીતું છે. આ ગામમાં લગભગ દરેક ઘરમાં એક આઇ.ટી. પ્રોફેસર હોવાનું કહેવાય છે.
ભારતમાં તો ઘણી સ્કૂલો, કોલેજો, યુનિવર્સિટીમાં સંસ્કૃત વિષય હોય છે પણ જર્મનીમાં 14 યુનિવર્સિટી એવી છે જેમાં સંસ્કૃત એક વિષય તરીકે ભણાવવામાં આવે છે. આ ભાષા શીખવાની ડિમાન્ડ દિવસો દિવસ વધતી જાય છે. કારણકે સંસ્કૃત સ્પીચ થેરાપીમાં મદદ કરે છે. એકાગ્રતા અને ધ્યાન કેન્દ્રિકરણ નો વિકાસ કરે છે. અને ગણિત વિજ્ઞાન જેવા વિષયો સમજવામાં પણ મદદરૂપ થાય છે. બીજા દેશો કરતાં પોતે ટેકનોલોજીમાં આગળ રહે એ લાલચે વિશ્વભરના ૧૭ દેશોમાં મિનિમમ એક એવી યુનિવર્સિટી છે જ્યાં સંસ્કૃત ભણાવવામાં આવે છે. લંડનની જેમ્સ જુનિયર સ્કૂલે તો સંસ્કૃતને ફરજિયાત વિષય બનાવ્યો છે. અંગ્રેજી અને લેટિન ભાષાઓએ સંસ્કૃતમાંથી ઘણા શબ્દો લીધેલા છે. આવો ભવ્ય વારસો દુનિયાની બીજી કોઇ ભાષામાં નથી. સામવેદમાં દર્શાવેલ પુરાવાઓ મુજબ સંગીતના ઘણા સંકેતો સંસ્કૃત પર આધારિત છે. અમેરિકા પાસે સંસ્કૃતને સમર્પિત યુનિવર્સિટી છે અને નાસા પાસે પણ સંસ્કૃત હસ્તપ્રતો પર સંશોધન કરવા માટે એક અલગ વિભાગ છે.