gajeravidyabhavanguj
વિશ્વ સાક્ષરતા દિવસ.
આજ રોજ કતારગામ ખાતે આવેલ ગજેરા વિદ્યાભવનમાં તા.08/09/22 ગુરુવાર શાળાનાં આચાર્યશ્રી ડો.ભાવેશભાઈ ઘેલાણીનાં માર્ગદર્શન તેમજ શાળાનાં સુપરવાઈઝશ્રી ધારાબહેન તળાવિયા અને કિશોરભાઈ જસાણીની આગેવાની નીચેઉપરોક્ત કાર્યક્રમનું શાળાનાં કોન્ફરન્સ હોલમાં આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વ સાક્ષરતા દિન જગતમાં દર વર્ષે આઠમી સપ્ટેમ્બરનાં દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસને વિશ્વ સાક્ષરતાદિન તરીકે ઉજવવાની જાહેરાત યુનેસ્કો તરફથી ઈ.સ. 1965 નાં વર્ષમાં કરવામાં આવી હતી. આ દિવસને વિશ્વ સાક્ષરતા દિન તરીકે ઉજવવાનો મુખ્ય હેતુ સાક્ષરતાનું મહત્વ દરેક વ્યકિત, સમુદાય અને સમાજને સમજાવી શિક્ષણ વિશે જાગૃતિ લાવવાનો છે. આપણા દેશમાં આજે પણ 25 ટકા જેવા લોકો નિરક્ષર કે અભણ છે. આ દિન અંતર્ગત આજરોજ ગજેરા વિધાભવનમાં ધોરણ 11 અને 12 કોમર્સ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, ભિલાડનાં ડો. પ્રવીણ સલિયા જે ગુજરાતી વિષયનાં પ્રોફેસર છે તેમણે વિવિધ સાહિત્ય સ્વરૂપો વિશે રસપ્રદ માર્ગદર્શન આપ્યું હતું.આ કાર્યક્રમનું સમાપન શાળાનાં શિક્ષકા શ્રી વનિતાબેન ગોટી કર્યું હતું.