top of page
  • Writer's picturegajeravidyabhavanguj

વિશ્વ સાક્ષરતા દિવસ.


૮મી સપ્ટેમ્બર એટલે ‘વિશ્વ સાક્ષરતા દિવસ’ ભારત સહીત વિશ્વના તમામ દેશો આ દિવસની ઉજવણી કરે છે. આ દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ ‘દેશના નાગરિકો સાક્ષરતાનું મહત્વ સમજે અને દરેક શિક્ષણ મેળવતા થાય’. આમ સાક્ષરતા અભિયાન મિશન’ જનજાગૃતિ છે. દુનિયાના કોઈપણ દેશનો વિકાસ તેના સાક્ષરતા આંક’ ઉપરથી નક્કી કરી શકાય છે. આપણા દેશમાં આજે પણ અંદાજે ૨૫% જેવા લોકો નિરક્ષર અથવા અભણ છે.

ભારતે દેશની પ્રજાને સાક્ષર કરવા માટે ૧૯૮૮માં રાષ્ટ્રીય સાક્ષરતા મિશન ચલાવે છે . જેમાં સંપૂર્ણ સાક્ષર, અનુસાક્ષરતા અને નિરંતર સાક્ષરતા દ્વારા સાક્ષરતા વધારતા પ્રયાસ કરવામાં આવે છે. હાલની સરકાર દ્વારા બેટી બચાઓ, બેટી પઢાઓ દ્વારા સ્ત્રી શિક્ષણમાં વધારો કરવાના પ્રયત્નો થઇ રહ્યા છે. જયારે ગુજરાતમાં કન્યાકેળવણી માટે વિદ્યાલક્ષી બોન્ડ દ્વારા સાક્ષરતાનું પ્રમાણ વધારવા પ્રયાસ કરવામાં આવે છે.

હાલમાં ભારતમાં સાક્ષરતાનો દર ૭૪.૦૪%છે. તેમજ ગુજરાતમાં ૨૦૦૧માં ૬૯.૧% હતો જે ૨૦૧૧માં ૭૯.૩% સાક્ષરતાનો દર જોવા મળે છે. બંધારણની જોગવાઈ મુજબ ૬ થી ૧૪ વર્ષના બાળકો માટે મફત અને ફરજીયાત પ્રાથમિક શિક્ષણ સુવિધા છે. છતાં આજે કેટલાક માતા-પિતા તેના સંતાનોને શાળાએ ભણવા મોકલતા નથી તે દુઃખની વાત છે.

ગજેરા વિદ્યાભવન દ્વારા અને ગજેરા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગુજરાતમાં સાક્ષરતાનું પ્રમાણ વધે તે માટે ઘણા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગુજરાતમાં સાક્ષરતાનું પ્રમાણ વધે ઘણા પ્રયત્નો કરવામાં આવે છે. કતારગામમાં નજીવી ફીમાં ઉત્તમ શિક્ષણ, રાત્રી શાળામાં ગરીબ બાળકો માટે શિક્ષણ, ખોલવડમાં જે બાળકો માતા-પિતા વિહોણા છે તેમના માટે ઉચ્ચ શિક્ષણ મળે તેના માટેના પ્રયાસો કરવામાં આવે છે. આમ ગુજરાતમાં સાક્ષરતાનો દર વધે તે માટે ગજેરા પરિવાર દ્વારા જે પ્રયાસો કરવામાં આવે છે તે પ્રશંસાને પાત્ર છે. અને ગુજરાતમાં સાક્ષરતાનો દર વધે તે માટે ગજેરા પરિવારનું યોગદાન જોવા મળે છે.

26 views0 comments
bottom of page