gajeravidyabhavanguj
વિશ્વ યોગ દિન

ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રમોદીના અપીલ બાદ 27 સપ્ટેમ્બર 2014 ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની પ્રસ્તાવની મંજુરી અમેરિકા દ્વારા અપાય. ત્યાર બાદ સૌ પ્રથમ 21 જૂન 2015ના રોજથી વિશ્વ યોગ - દિવસ ઉજવાયો હતો.
યોગ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. યોગ કરવાથી તનાવ અને ડીપ્રેશન જેવી માનસિક સ્થિતિથી છુટકારો મળે છે. પી.એમ નરેન્દ્ર મોદીએ દેશને સંબોધિત કરતાં કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય યોગ દીકાસ સાર્વભૌમિક ભાઈ – ચારાનો સંદેશ આપે છે. યોગ માનસિક શાંતિ આપે છે. તેમજ સકારાત્મક (પોઝિટીવ) વિચાર લાવે છે. તેઓ એ આગાઉ જણાવ્યું કે લોકોએ યોગનો ખુલેદિલ થી સ્વીકાર કરવો જોઈએ. જેનાથી લોકોમાં આત્મ પરિવર્તનની ટેકનીક વિકસે છે. સાથે – સાથે ફીટ અને હેલ્ધી અહેવા માટે ખૂબ જરૂરી જીવનશૈલીની પ્રેરણા આપે છે.
”योग : कर्मसु कौशलम्”
अर्थात
“યોગથી કર્મમાં કુશળતા આવે છે”
કસરત અને યોગ કરવાથી મનમાં અદભુત શાંતિનો અહેસાસ થાય છે. તમારું શરીર ઊર્જામય બને છે. આપણા ક્રોધને દુર કરે છે. અને મન પ્રસન્ન રહે છે. આપણા ક્રોધને દુર કરે છે. બાળકોના ચંચળ મનને અચંચળ બનાવે છે. તેમજ શરીર અને પેટની ચરબીને પણ દુર કરી વજન ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે. પ્રાચીન કાળથી આપણા દેશમાં યોગને મહત્ત્વ આપતા આવ્યા છીએ. આપણી યોગની પધ્ધતિ આખા વિશ્વએ અપનાવી છે.

તેથી જ 21 જૂન વિશ્વ યોગ દિવસ તરીકે ઊજવાય છે. તેથી તેના ભાગ રૂપે શ્રીમતિ એસ.એચ ગજેરા વિદ્યાભવનમાં આજ રોજ યોગનું આયોજન કરેલ હતું. જેમાં શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ ઓનલાઈન યોગ કરી યોગ દિવસ (દિન) ની ઉજવણી કરી હતી. શિક્ષકોએ વિદ્યાર્થીઓને યોગનું મહત્વ સમજાવી યોગ દિન નિમિતે (રૂપે) શિક્ષકો અને બાળકો દ્વારા જુદા – જુદા આસનો કરી લાઇવ પ્રસારણ (ઓનલાઈન) કર્યું હતું જેમાં બાળકો પણ ખૂબ જ ઉત્સાહથી તેમાં જોડાયા હતા.