top of page
  • Writer's picturegajeravidyabhavanguj

વિશ્વ નદી દિવસ


વિશ્વ નદી દિવસ દર વર્ષે સપ્ટેમ્બર મહિનાના ચોથા રવિવારે મનાવવામાં આવે છે. માનવી દ્વારા ફેલાવવામાં આવતું પ્રદૂષણ અને સ્વાર્થી પ્રવૃત્તિઓના કારણે નદીઓનું અસ્તિત્વ જોખમમાં મૂકાઈ રહ્યું છે. નદીઓ પ્રદૂષિત થઈ રહી છે.

આ દિવસે લોકો સંકલ્પ લે છે કે નદીઓને પ્રદૂષિત કરીશ નહિ તેની સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ પણ લાવીશું ૨૦૦૫ થી નદી દિવસ મનાવવાની શરૂઆત થઇ હતી. વિશ્વભરના ઓછામાં ઓછા ૬૦ દેશોમાં નદી દિવસનું આયોજન કરવામાં આવે છે. તેમાં નદીઓન ની સફાઈ જેવા કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે.




પર્યાવરણમાં થઈ રહેલા પરિવર્તનથી નદીઓનું અસ્તિત્વ જોખમાઈ રહ્યું છે. પ્રદુષણ વધી રહ્યું છે. માત્ર નદીઓના પાણી નહિ તેમાં રહેલા જેવો માટે પણ ખતરો ઉભો થયો છે. આથી નદીઓને બચાવવા ખૂબ જરૂરી બન્યું છે. નદીઓ વિલુપ્ત થઈ રહી છે. તેની સીધી અસર પ્રાકૃતિક સંતુલન પર પડે છે. આ બધી અસરોથી બચવા આપણે નદીઓ અને પ્રદૂષણ મુક્ત બનાવવી જ પડશે.



સરકારે તેના માટે જળ-શક્તિ મંત્રાલય ની રચના કરી છે. તેના દ્વારા નદીઓને પુનર્જીવિત કરવા પગલાં લેવામાં આવી રહ્યા છે. ભારતમાં પણ ‘નમામિ ગંગે’ પ્રોજેક્ટ હેઠળ ઔદ્યોગિક કચરાના વ્યવસ્થાપન, ઘન કચરાનું વ્યવસ્થાપન જેવા વિવિધ પગલાં ભરી લેવામાં આવ્યા છે.

આમ આપણી પવિત્ર નદીઓ લોકોની જીવાદોરી છે તે સ્વચ્છતા પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવી તે આપણા સૌનું કર્તવ્ય છે.

276 views0 comments
bottom of page