top of page
  • Writer's picturegajeravidyabhavanguj

વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ


આજરોજ કતારગામ ખાતે આવેલ ગજેરા વિદ્યાભવનમાં તા.15/10/22 શનિવારનાં રોજ શાળા WORLD FOOD SCURITY DAYની ઊજવણી કરવામાં આવી હતી. શાળાના વિશાળ કોન્ફરન્સ હોલમા ધોરણ 8 થી 12 ના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓએ આ સ્પર્ધામાં PPT દ્વારા સ્પર્ધા યોજાઈ હતી. વિશ્વમાં ખાદ્ય દિવસ દર વર્ષે 16મી ઓકટોબર,1945 સ્થાપના દિવસ તરીકે ઉજવાય છે. આ દિવસે 150 થી વધુ ગરીબી અને ભૂખમરાની આસપાસના મુદ્દાઓ વિશે લોકો માં જાગૃતિ લાવવા માટે એક થાય છે. યુનાઈટેડ નેશન્સ (સંયુક્ત રાષ્ટ્રો)ની સંસ્થા F.A.O.- ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન દ્વરા વિશ્વમાં ભૂખમરો અને ખાદ્ય સુરક્ષા સંબંધીત ઉજવણી કરવામાં આવે છે. વિશ્વમાં કુદરતી આપતીઓ જેવી કે દુષ્કાળ, પૂર, વાવાઝોડું, માનવનિર્મિત આપત્તિઓ જેવી સ્થિતિમાં અનાજનો ખૂબ બગાડ વધ્યો છે. જેથી U.N. સંયુક્તરાષ્ટ્રોના સભ્યદેશોના નાગરિકો ખાદ્ય સુરક્ષા જાગૃતિ માટે કાર્ય કરે છે. શાળાનાં આચાર્યશ્રી ડો.ભાવેશભાઈ ઘેલાણીનાં માર્ગદર્શન તેમજ શાળાનાં સુપરવાઈઝશ્રી ધારાબહેન તળાવીયાઅને કિશોરભાઈ જસાણીની આગેવાની નીચે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનું સમાપન શ્રી નારાયણ ભાઈ ચોધરીએ કર્યું હતું.




156 views0 comments
bottom of page