gajeravidyabhavanguj
વાલી સંગાથે ટ્રસ્ટી શ્રી ની વર્ચ્યયુલ મિટીંગ

ભારતમાં કોરોના મહામારી પછીના સમયમાં દેશમાં અલગ અલગ જગ્યાએ શિક્ષણ ના ક્ષેત્રમાં મોટો પડકાર સાબિત થયેલો જોવા મળ્યો છે તેવા સમયમાં મોટે ભાગે ઓનલાઇન શિક્ષણ તરફ નો બદલાવ રહ્યો હતો. ઉનાળાની રજાઓમાં જ લોકડાઉન અમલ માં આવ્યું અને આ રજાઓ પછી ગજેરા વિદ્યાભવન તરત જ ઓનલાઇન શિક્ષણ પદ્ધતિ અમલીકારણ કર્યું હતું.

હાલમાં શાળામાં ઓનલાઇન પરીક્ષા ચાલુ છે અને આવા કપરા સમયમાં વિદ્યાર્થીઓ વાલી સાથે શાળાએ આવી શકે તેમ નથી તો તે પરિસ્થિતિ ને ધ્યાન માં લઈને વાલીઓના કેટલાક એવા સૂચનો તેમજ તેમના મુંઝવતા પ્રશ્નોને ધ્યાનમાં રાખીને તારીખ 8/ 5/ 2021 ને શનિવારના રોજ સાંજે 9:00 થી 10:00 કલાક દરમિયાન ધોરણ -1,2 અને 3માં શાળા ના વાલી સાથે ઓનલાઈન મિટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ઓનલાઈન વાલી મિટીંગ માં શાળા ના ટ્રસ્ટી કુમારી કિંજલ સી. ગજેરા, આચાર્યા શ્રી ભાવિષાબેન સોલંકી અને ઉપચાર્યા અને વાલી શ્રીઓ જોડાયા હતા. મિટીંગ દરમિયાન વાલીશ્રીઓએ ટ્રસ્ટી કુમારી કિંજલબેન સાથે શિક્ષણ ને લગતી ચર્ચા કરી. ઓનલાઇન ભણાવવા ની સાથે સાથે ઓનલાઇન રમતોત્સવ,ઓનલાઇન સ્પર્ધાઓ,ઓનલાઇન ડે વિક સેલિબ્રેશન આ બધા વિશે વાલીઓનો હકારાત્મક અભિગમ રહ્યો. અને કુમારી કિંજલબેન ગજેરા એ વાલીઓના મુંઝવતા પ્રશ્નો નું નિરાકરણ લાવી ને તેમને હકારાત્મક અભિગમ પૂરો પાડ્યો હતો.

આ મહામારી ના સમયમાં ઘરની ચાર દીવાલમાં બંધ રહેવું એ બાળકો માટે ન સમજાય તેવી પરિસ્થિતિ છે તેવા કપરા સમયમાં બાળકોને સંભાળવાનું કામ ગજેરિયન્સ ટીચર્સ કરી રહ્યા છે. બાળકો ઘરે રહી ને પણ તંદુરસ્તી સાચવીને શાળાના માહોલ સાથે જોડાયેલા રહે તેમજ તંદુરસ્તીને (સ્વાસ્થ્યને) પણ શૈક્ષણિક હેતુ સાથે બાંધીને તેમને જોડવામાં આવ્યા છે.બાળકોના ભવિષ્યનો વિચાર કરીને આ વાલી મિટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું. તે આપણને સાચી દિશા તરફ પ્રેરશે. ત્યારબાદ કિંજલ મેડમે ભવિષ્યની સંભાવના અંગેની વાતો કરી તેમજ આધ્યાત્મિક જ્ઞાનની જાણકારી આપી હતી. નવા વર્ષે કંઇક નવા અભિપ્રાયો સાથે મળીશું. ટ્રસ્ટી કુમારી કિંજલબેન સાથે ની આ મિટીંગથી દરેક વાલીઓ સંતુષ્ઠ થયા હતા અને ગજેરા શાળા પરિવારને અભિનંદન પાઠવ્યા હતા.