gajeravidyabhavanguj
વાલી મીટીંગ (PTM)
કતારગામ સ્થિત ગજેરા વિદ્યાભવન ગુજરાતી માધ્યમ ધો-8 થી 12 માં પ્રથમસત્ર-2022-23 મીટીંગનું આયોજન કરવામાં આવેલ જેમાં બાળકોના ઉત્કર્ષને ધ્યાનમાં લઈ શિસ્તતા, સાચા અર્થમાં બાળકો કેળવાય તે બાબતે શિષ્ય, ગુરૂ અને વાલી આ ત્રિકોણમીતિ પ્રમાણે બાળકોનો સંપૂર્ણ પરિચય તેમજ તેમનાં વિકાસ અર્થે વિવિધ વિષયોને લઈને ચર્ચા કરવામાં આવી હતી જેમાં આ મીટીંગના ધ્યેયને ધ્યાનમાં લઈ તો બાળકોની સમસ્યાનું નિવારણ કરવા ગજેરા વિદ્યાભવન તત્પર રહે છે.
સતત બાળકોનાં દરેક પ્રશ્નોના નિવારણ તેમજ તેનું ઊંચામાં ઊંચું પરિણામ આપી શકવાની તકેદારી અર્થે શાળાનાં પ્રથમસત્રમાં જ વાલી-સભાનું આયોજન કરવામાં આવેલ જેમાં બાળકોનાં રસરૂચી પ્રમાણે તેમને યોગ્ય માર્ગદર્શન પુરું પાડવામાં આવ્યું હતું તથા બાળકો આધુનિક ટેકનોલોજી શીખે અને વાલીઓ પણ તુરંત બાળકને શાળા ધ્વારા આપવામાં આવતી સૂચનાઓને જાણવા શાળાની જ GEMS એપ્લીકેશનનો ઉપયોગ કરે તેમજ વર્ષની શરૂઆતથી જ બાળકને સત્રાંત પરીક્ષાઓ, શૈક્ષણિકકાર્ય, રમતોત્સવ તેમજ સહશૈક્ષણિક પ્રવૃતિઓની શરૂઆતથી જ માહિતી આપી દેવામાં આવી હતી. જેથી બાળકો વધારે રસપ્રદ રીતે પૂર્વ તૈયારી સાથે કાર્ય કરી શકે તેમજ વાલીઓ સતર્ક રહે અને શૈક્ષણિકકાર્યમાં વાલી-શિક્ષક-બાળકને ઉચ્ચ પરિણામ માટે મદદરૂપ નીવડે. આમ, સત્રની શરૂઆતમાં જ બાળકના શૈક્ષણિક અને સહશૈક્ષણિક પ્રવૃતિમાં બાળકના ઉજ્જવળ ભવિષ્યની રાહ જોતું. ગજેરા પરિવાર...