gajeravidyabhavanguj
વાલીમિટીંગ

"શાળા એ સમાજનું ઘરેણું છે.”
શાળામાં અપાતા શિક્ષણને સારો ઓથ અને ઢાળ આપી સારી રીતે બાળકોને પહેરાવાય તો એ વિદ્યાર્થીને શ્રેષ્ઠ નાગરિક બનાવી શકે છે.

માતા-પિતા હંમેશા પોતાના બાળકમાં સુસંસ્કારો ના જ બીજ વાવે છે. જેમ ખેડૂત ખેતરમાં બીજ રોપીને પાકનું જતન કરે છે. એવી જ રીતે શિક્ષકે બાળકમાં સુસંસ્કારોના બીજને પોષણ અને સિંચન કરી મોટું વૃક્ષ બનાવવાનું છે.

બાળકના યોગ્ય વિકાસ માટે વાલી અને શિક્ષક વચ્ચે સુસંવાદ સ્થપાય એ આશ્યક છે અને તેનું સરળ માધ્યમ છે. ‘વાલીમિટીંગ’ વાલી સાથેના નિયમિત સંપર્કથી શિક્ષક બાળકોની જરૂરિયાતો અને ટેવો બાબતે જાણી શકે છે. જે બાળકના અભ્યાસને લગતા પ્રશ્નોને ઉકેલવામાં મદદરૂપ બને છે.

શિક્ષક અને વાલી બંનેના કેન્દ્રમાં બાળક જ રહેલું છે. જેના સર્વાગી વિકાસની જવાબદારી આ બન્ને પર રહેલી છે. બાળકના અભ્યાસને લગતી યોગ્ય માહિતી અને આવનારા માસનું આયોજન વાલીશ્રીને મળે તે હેતુથી આજરોજ અમારી શાળામાં વાલીમિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. વાલીમિટીંગમાં દરેક વાલીશ્રી ખુબ જ ઉત્સાહ પૂર્વક આવ્યા અને બાળકને લગતી સમસ્યાઓનું અને અભ્યાસક્રમને લગતી યોગ્ય માહિતી અને માર્ગદર્શન મેળવ્યું.