gajeravidyabhavanguj
વાલી મીટીંગ..

તા.11-09-2021 ને શનિવારના રોજ શ્રીમતી શાંતાબેન હરીભાઈ ગજેરા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ગજેરા વિદ્યાભવન ગુજરાતી માધ્યમ કતારગામમાં ધો.8 થી 12 ની વાલીમીટીંગનું આયોજન કરવામાં આવેલ હતું.
આ વર્ષની આ ઓફલાઈન પ્રથમ મીટીંગનું આયોજન કરવામાં આવેલ છે. સામાયિક પરીક્ષાને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીને આ સમય દરમિયાન પરીક્ષાના માળખા, અભ્યાસક્રમ તથા વિદ્યાર્થીને શિક્ષણને લઈને મુંજવતા પ્રશ્નોના નિરાકરણ માટે આ મીટીંગ આયોજન કરવામાં આવેલ છે.
મીટીંગ દરમિયાન શાળાના આચાર્યશ્રી ભાવેશભાઈ ઘેલાણી તથા સુપરવાઈઝરશ્રી ધારાબહેન અને કિશોરભાઈના માર્ગદર્શન નીચે વિદ્યાર્થી તથા વાલીશ્રી સોશિયલ ડિસ્ટન્સ તેમજ માર્ક્સ અંગેના નિયમો પાળે તે બાબતે અનુરોધ કરેલ.
આ ઉપરાંત વર્ગમાં વર્ગશિક્ષક તથા વિષય શિક્ષક ધ્વારા વિદ્યાર્થી અને વાલીશ્રીને પેપરના માળખા, અભ્યાસક્રમ અને બાળકો શિક્ષણમાં રસ લેતા થાય તે બાબતનું માર્ગદર્શન પણ આપવામાં આવેલ આ મીટીંગમાં વિદ્યાર્થી તથા વાલીશ્રીનો સારો એવો પ્રતિસાદ પણ મળેલ હતો.