gajeravidyabhavanguj
વાલીમિટીંગ - શિક્ષણની કેડી ને કંડારીએ....
"બાળક, વાલી અને શિક્ષક વચ્ચેનો સબંધસેતુ એટલે વાલીમિટીંગ"

બાળક જન્મે ત્યાર થી જ તેમની સાથે તેમનું વ્યક્તિત્વ લઈને આવે છે. આપણે એક શિક્ષક અને વાલી તરીકે ફક્ત તેમને મદદ કરવી અને તેની માવજત કરવી જેથી તે ખીલી શકે. પ્રત્યેક બાળકનું એક સ્વતંત્ર વ્યક્તિત્વ હોય છે અને જયારે તેને યોગ્ય રીતે પોષણ આપવામાં આવે ત્યારે તે સુંદર રીતે ખીલશે. બાળવિકાસમાં માતા-પિતા જેટલી જ નિર્ણાયક ભૂમિકા એક શિક્ષકની પણ છે.

બાળકોને આનંદમય, પ્રેમાળ તથા ભાવભર્યુ બાળપણ આપવામાં આવે તો ભવિષ્યમાં તેઓ શાંતિપૂર્ણ સમાજના સ્તંભ નિર્માતા બની શકે છે. માતા-પિતાના પ્રેમથી પોષેલુ બાળક વટવૃક્ષ બને છે. પ્રેમની અને હૃદયની ભાષા સાંભળવા માટે માતા-પિતાનો સહવાસ અતિ આવશ્યક છે. માતા-પિતા અને શિક્ષકના સહિયારા સકારાત્મક પ્રયાસ થકી જ સંભવ બને છે. બાળકના પ્રથમ શિક્ષક મતા-પિતા પોતે જ છે. બાળકના સંસ્કાર કે મુલ્યો સિંચવાની જવાબદારી માતા-પિતાની સાથે શાળાની પણ છે.
માતા-પિતા અને શિક્ષકોની બાળકો માટેની ફરજ એટલી છે કે એને એવું વાતાવરણ પૂરું પાડે કે જેથી બાળકનો સર્વાગી વિકાસ થઈ શકે તેમનામાં રહેલી નવી ક્ષમતાઓ ખીલી શકે. બાળકને માતા-પિતા અને શિક્ષકોના માર્ગદર્શન અને હુંફની જરૂર છે. એક શિક્ષક જ વાલી અને વિદ્યાર્થી વચ્ચે મધ્યસ્થી બની બાળકના અભિરૂચી અને કાર્યક્ષમતા જોઈ તેના અભ્યાસ અંગે વાલીશ્રીને માર્ગદર્શન આપી શકે છે.
બાળકોના યોગ્ય વિકાસ માટે વાલી અને શિક્ષકો વચ્ચે સુસંવાદ સ્થપાય એ આવશ્યક છે. તેથી જ આજરોજ અમારી શાળામાં માસવાર વાલીમિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળામાં કરાવવામાં આવતી શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને બાળકના અભ્યાસને લગતી યોગ્ય માહિતી વિશે વાલીશ્રી સાથે ચર્ચા કરવામાં આવી હતી.
