top of page
  • Writer's picturegajeravidyabhavanguj

વાલી મિટિંગ - વાલી,બાળક અને શિક્ષક વચ્ચેનો સબંધસેતુ


જો તમે ઈચ્છતા હોય કે મારું બાળક શાળામાં અવ્વલ રહે, પોતાનું હોમવર્ક જાતે કરે તથા તમામ સામાન્ય જાણકારીથી વાકેફ રહે તો તેમાં તમારે પણ મહત્વનો ભાગ ભજવવો પડશે. કારણકે શાળાના શિક્ષકોની સાથે વાલીશ્રીઓ પણ બાળકના શાળા પ્રવેશથી લઈને તેની તમામ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા રહે તે જરૂરી બની ગયું છે.

કોઈપણ બાળકની શૈક્ષણિક સફળતા કોઈ એક વ્યક્તિના કે માત્ર બાળકના જ પ્રયત્નનું પરિણામ નથી તે માતા-પિતા, શિક્ષકો, શાળા અને પરિવાર બધાના સહિયારા પ્રયત્નનું પરિણામ હોય છે. શિક્ષક અને વાલી બંનેના કેન્દ્રમાં વિધાર્થી (બાળક) છે. જેના સર્વાગી વિકાસની જવાબદારી આ બંને પર રહેલી છે. શાળા અને કુટુંબ ભલે એકબીજાથી ભૌગોલિક અંતર ધરાવે પણ ઉત્તમ નાગરિકોના નિર્માણમાં બંનેના વિચારો-પ્રવૃત્તિઓ વચ્ચેનું અંતર ન્યુનતમ એ જ આદર્શ સ્થિતિ છે.

વાલીશ્રીને બાળકના અભ્યાસનું પ્રથમ સામાયિક મૂલ્યાંકનને લગતી યોગ્ય માહિતી અને આવનારા માસનું આયોજન વાલીશ્રીને મળે એ હેતુથી અમારી શાળામાં વાલીમિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

વાલીમીટીંગમાં દરેક વાલીશ્રીને ખુબ જ ઉત્સાહપૂર્વક જોડાય બાળકને લગતી સમસ્યાઓનું યોગ્ય માર્ગદર્શન મેળવ્યું.

302 views0 comments
bottom of page