gajeravidyabhavanguj
વાલીમિટીંગ

આજની આ કોવિડ-19 ની મહામારીમાં શાળાઓમાં ઓનલાઈન શિક્ષણ તેમજ પરીક્ષાઓ ચાલી રહી છે ત્યારે વાલીઓ સાથેની વાતચિત થઈ શકતી નથી. વાલીઓને પણ કેટલાક પ્રશ્નો મુંજવતા હશે આ બાબતોને ધ્યાને લઈને તા.05/05/2021 ને બુધવારના રોજ સાંજે 9 કલાકે એક વાલીમિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ મિટીંગ માત્ર શાળાનાં આચાર્ય જ નહી પરંતુ શાળા ટ્રસ્ટીશ્રી કિંજલબેન ગજેરાએ લીધી હતી. જેમાં લગભગ 100 જેટલાં વાલીઓ ઓનલાઈન હાજર વાલીમિટીંગમાં ચર્ચા કરી હતી. જેમાં ઓનલાઈન શિક્ષણ અંગેનો વાલી અભિગમ ખુબ જ પોઝીટીવ જોવા મળ્યો હતો આપણી શાળા ધ્વારા જે ઓનલાઈન વર્ગો ચલાવવામાં આવી રહ્યાં છે તથા શિક્ષકો જે રીતે તેમને શીખવી રહ્યાં છે તે અંગે તમામ વાલીઓ ખુબ જ સંતુષ્ટ છે. વર્ષ દરમિયાન જુદી જુદી પ્રવૃતિઓ કરાવવામાં આવે છે તે પણ ખુબ જ તેમને ગમે છે સાથે સાથે વાલીઓનાં પણ ઘણા સૂચનો હતાં તે પણ સારી રીતે અનુસરીને અને અમલમાં મુકીને તેવો વ્યૂહ ટ્રસ્ટ તરફથી મળ્યો હતો. એકંદરે ખૂબ જ હેલ્ધી ચર્ચા થઈ હતી.
વિદ્યાર્થીઓની માનસિકતાને ધ્યાને લઈને ઘણા સમયથી વિદ્યાર્થીઓ ઘરમાં રહીને જ શિક્ષણકાર્ય કરે છે ત્યારે તેનાં હેપ્પીનેસ માટે અને માનસિક તથા શારીરિક રીતે સ્ટ્રોંગ બને તે હેતુથી શાળા ધ્વારા ફિટનેશના કાર્યક્રમો યોજવામાં આવે છે આ કાર્યક્રમ અંતર્ગત જુદી જુદી કસરત, યોગા, આસન, પ્રાણાયામ, એક્ટીવીટી, વાર્તા, લાફ્ટર શો તથા ટેલેન્ટ શો પણ યોજવામાં આવી રહ્યાં છે તેથી બાળકો ફ્રેશ થઈને કાર્યમાં જોડાય. બાળકો માટે અલગ-અલગ ઓનલાઈન સ્પર્ધાઓ અને સેલિબ્રેશન પણ યોજવામાં આવે છે તેમાં ઘણાં વિદ્યાર્થીઓ ભાગ લે છે આમ, ગજેરા શાળા ધ્વારા ઘણીબધી એવી એક્ટીવીટી પણ કરવામાં આવી રહી છે કે જેથી બાળકોને સ્ટ્રેસ ન આવે જુદા જુદા વેબિનાર ધ્વારા પણ જુદી જુદી બાબતોનું જ્ઞાન તથા સમજ પૂરી પાડવામાં આવી રહી છે.
બાળકોનાં ભવિષ્યનો વિચાર કરીને આ જે વાલીમિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું તે ખરેખર એક નવી દિશા આપશે અને આવતા વર્ષે કંઈક સારી અપડેટ વસ્તુઓ સાથે આપણે પહેલ કરીએ તેવા વિચાર સાથે આ મિટીંગનું આયોજન થયું હતું જેમાં આપ સૌનો ખુબ જ સાથ સહકાર પ્રાપ્ત થયો છે જે બદલ ગજેરા ટ્રસ્ટ અને શાળા પરિવાર આપ સૌને અભિનંદન પાઠવે છે.