top of page
  • Writer's picturegajeravidyabhavanguj

વાર્ષિક ઈનામ વિતરણ કાર્યક્રમ અને પર્યાવરણ યુક્ત ટેકનોલોજી સંદેશ.



આજ રોજ એસ.એચ.ગજેરા મા. & ઉ. મા. શાળા, (ગુજરાતી માધ્યમ), કતારગામ ખાતે શાળાકીય વાર્ષિક ઈનામ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. શાળામાં વર્ષની શરૂઆતથી લઈને અંતે વિદ્યાર્થીઓ ધ્વારા જુદી-જુદી ક્લબોમાં અને શૈક્ષણિક કર્યો તથા રમત-ગમત ક્ષેત્રમાં જુદી-જુદી સ્પર્ધામાં સ્ટેટ લેવલ, નેશનલ લેવલ, ઈન્ટરનેશનલ લેવલ પર વિજેતા થયેલ વિદ્યાર્થીના પ્રથમ, દ્રિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યા હતાં તેવા વિદ્યાર્થીઓને આજરોજ જુદા-જુદા ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે વી.આર.ભક્ત શિક્ષણમહાવિદ્યાલય, કામરેજ કોલેજના અધ્યાપક ડૉ.કનુભાઈ સુહાગીયા ઉપસ્થિત રહ્યાં હતાં તથા વિવિધ વિભાગનાં આચાર્યશ્રીઓ, શિક્ષકમિત્રો તેમજ વાલીશ્રીઓ ધ્વારા સન્માનિત કર્યા હતાં. આ સંપૂર્ણ કાર્યક્રમનું આયોજન કલ્પનાબેન બ્રહ્મભટ્ટે કર્યું હતું. તેમજ ધોરણ 8 થી 12 ના વિદ્યાર્થીઓ ધ્વારા વર્ષ દરમ્યાન ઉપયોગમાં લીધેલ વેસ્ટ પેનને એકત્રીત કરીને તેનું વેચાણ કરી તેમાંથી મળતા રૂપિયા માતા-પિતા વિહોણા જરૂરિયાતમંદ બાળકોને આપવામાં આવે છે, શાળાનાં વિજ્ઞાનનાં શિક્ષકશ્રી કનુભાઈ સોજીત્રાના વિચારથી આ પેનને રીસાયકલ કરી ગજેરા શાળાનો ‘ગ’ આજ પેન ધ્વારા બનાવવામાં આવ્યો હતો તથા પર્યાવરણનું જતન કરો તેવા સંદેશ આપવામાં આવ્યો હતો. આ વેસ્ટ પેન એકત્રીત કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય આર્થિક રીતે મદદરૂપ થવું તથા વેસ્ટમાંથી બેસ્ટ બનાવવું જેવો હેતુ હતો. શાળાનાં આચાર્યશ્રી ડૉ.ભાવેશભાઈ ઘેલાણી અને સુપરવાઈઝર શ્રીમતી ધારાબેન તળાવીયા અને કિશોરભાઈ જસાણીએ ઈનામ વિતરણ અને આ વિચારને સાર્થક બનાવવા માટે કાર્યક્રમમાં સહયોગ આપ્યો હતો.

218 views0 comments
bottom of page