top of page
  • Writer's picturegajeravidyabhavanguj

“વાર્તા નો ખજાનો”

વાર્તા કથન અથવા તો વાર્તા કહેવી એક કળા હોવા ઉપરાંત અન્ય લોકો સાથે સંવાદ સાધવા વિચારીને વ્યક્ત કરવા તેમજ દ્રષ્ટાંત બિંદુનું એક સાધન છે.આ બાબતે એમ કહી શકાય કે આપણે બીજા પાસેથી જાણકારી મેળવીએ છીએ તે પછી મૌખિક હોય કે લેખિત હોય, તેમાંની મોટાભાગની એક વાર્તા તરીકે રજુ કરવાં માં આવે છે.

“વાર્તાઓ તથ્યપૂર્ણ હોય છે જ્યારે અમે વાર્તા કહીને તથ્યોને એકીકૃત કરવામાં સફળ થઈએ છીએ અને ત્યાર પછી તથ્યોને વર્ણવી શકીએ છીએ. આ બધું શ્રોતાઓને જાગ્રત કરી દે છે. વાર્તામાં આગળ શું થવાનું છે તે અંગેની જીજ્ઞાશા લોકોને રહેતી હોય છે અને તે ખૂબ જ ક્રિયાશીલ હોય છે”

“જ્યારે તમે એક વાર્તા કહી રહ્યા છો ત્યારે તમને લાગે છે કે પેલી તરફ એ લોકો છે કે જે તમને સાંભળી રહ્યા છે તેનાથી પ્રેરાઈને તેઓ પોતાના હૃદયમાં કંઈક લઇ જઈ રહ્યા છે અને તે ખૂબ શાનદાર અનુભવ છે”

વિદ્યાર્થીઓમાં ઉત્સાહ વધે છે. પરિણામે વર્ગખંડનું વાતાવરણ જીવંત બને છે. દરેક વિદ્યાર્થી તેમાં ભાગ લે છે. વર્ગખંડનું વાતાવરણ સહકારાત્મક બને છે. આ પ્રકારની પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓમાં માત્ર ધ્યાન કેન્દ્રિત નથી કરતી પણ નવીનતા બક્ષે છે. અને શીખવા માટેની પ્રેરણા પણ આપે છે. વિદ્યાર્થીઓ ક્રિયાશીલ અને ચેતનવંત બને છે. શાળાકીય પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનો પસંદ કરે છે.

વિદ્યાર્થીઓ કુદરતી રીતે શીખવા તત્પર હોય છે. તેઓ સહજ રીતે પોતાની પ્રવૃતિઓ દ્વારા જ્ઞાન મેળવે છે બાળકો પોતાની આસપાસનું વાતાવરણ, પ્રવૃત્તિ, વસ્તુઓ સાથે જોડી પોતાના જ્ઞાનમાં વધારો કરે છે.




વાર્તા કથનનો હેતુ:-

  • બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ ખીલે છે. જિજ્ઞાસા વૃત્તિ, મૌલિકતામાં વધારો થાય છે.

  • વાર્તાના બોધમાંથી વિદ્યાર્થીઓ પોતાના જીવનમાં પ્રેરણા મેળવે છે.

  • વાર્તા કથનથી બાળકો પાત્રોના ભાવને સમજી શકે.

  • બાળકોમાં વાણી કૌશલ્ય અને શ્રવણ કૌશલ્યનો વિકાસ થાય છે.ગજેરા વિદ્યાભવન

કતારગામ પ્રાથમિક વિભાગ ખાતે શૈક્ષણિક પ્રવૃત્તિના ભાગરૂપે વાર્તા કથનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ 5-A થી 5-H ના વિદ્યાર્થીઓએ ખૂબજ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં વિદ્યાર્થીઓએ જૂની અને જાણીતી ‘કાચબા અને સસલાં’ ની વાર્તાથી લઈને આધુનિક અનેક વાર્તાઓની રજૂઆત પોતાની આગવી મનમોહક શૈલીમાં રજૂ કરી હતી.

404 views0 comments
bottom of page