gajeravidyabhavanguj
વિદાય સમારંભ - બાલભવન માંથી પ્રાથમિક શિક્ષણ તરફ પ્રસ્થાન

“તુમ બનો ચાંદ તારે, યે દુઆ હૈ મેરી,
હૈ તુમ્હારે લીયે ખુલા આસમા...,
બનકે દર્પણ દેખાયેગે રાહ તુમ્હૈ,
મેરી ડાટ સે નારાજ હોના નહિ,
કુછ ભી મિલતા નહી યહા થક હાર કર,
માયુસ કભી ભી હોના નહી,
તુમ બનો ચાંદ તારે યે દુઆ હૈ મેરી...”
મમ્મી પપ્પાની આંગળી પકડીને અમારા બાલભવનમાં પાપા પગલી પાડનારા અમારા નાના બાળકો સાથે હસતા, રમતા અને ભણતા વર્ષ ક્યાં પસાર થઈ ગયું એની ખબર જ ન પડી. પથ્થરને જેમ કંડારીને તેમાંથી મૂર્તિકાર મૂર્તિ બનાવે છે.

એ જ રીતે બાળકના ઘડતરનું કાર્ય શિક્ષક અને શાળા કરે છે. બાળકોમાં નેતૃત્વ ટીમવર્ક મૈત્રી પૂર્ણ વ્યવહાર જેવા ગુણોનો સંચાર કરતી સંસ્થા એટલે ‘શાળા’. સરળ ભાષામાં કહીએ તો શાળા એટલે બાળકનું બીજુ ઘર.
કોરોના કાળની કપરી પરિસ્થિતિને સહર્ષ સ્વીકારી બાળકોએ ઓનલાઈન શિક્ષણને પ્રેમથી અપનાવી લીધું અને શિક્ષણ જગતમાં આવેલા અમુલ પરિવર્તનની નવી કેડી પર ચાલી વર્ચ્ચુઅલ શિક્ષણ પણ મેળવ્યું.

“ઘર એટલે બાળક માટે જીવવાની તક,
શાળા એટલે બાળક માટે વિકસવાની તક”
આજે અમારા સિ.કેજી. ના બાળકો પ્રગતિના પંથ પર આગળ વધી પ્રાથમિક શાળામાં પ્રવેશ લેવા જઈ રહ્યાં છે.

અમારા બાલભવનની યાદો એમના માનસ પટ પર સદાયને માટે અંકિત રહે એ માટે આજે અમારા બાલભવનમાં સિ.કેજી. ના બાળકો માટે ફેરવેલ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોએ કાલીઘેલી ભાષામાં પોતાની યાદો પોતાના મિત્રો સાથે વહેંચી હતી.

શિક્ષકોએ બાળકોના સન્માનમાં ડાન્સ રજુ કર્યો. અમારા આચાર્યશ્રી તેમજ ઉપાચાર્યશ્રી એ આશિષ વચનો દ્વારા તેમને પ્રોત્સાહિત કર્યા હતા. બાળકોએ ડાન્સ અને નાસ્તાની મજા માણી. અમારા બાળકો સફળતાના શિખરો હર હંમેશ સર કરતા રહે તેવી અમારા આચાર્યશ્રી તેમજ સમગ્ર ગજેરા પરિવાર તરફથી શુભેચ્છા.
