gajeravidyabhavanguj
વિદ્યાર્થી-વાલી-વિદ્યાલય-શિક્ષણ-શિક્ષક વચ્ચેનો સંબંધસેતુ
“ભારતનું ભાવિ એના વર્ગખંડમાં ઘડાયેલું છે.”
વર્ગખંડમાં છે બાળકોથી લઈને યુવાન વિદ્યાર્થીઓ આવે છે તેનું ઘડતર થાય છે. કોવિડની આ મહામારીમાં જ્યારે વ્યક્તિગત કે પ્રત્યક્ષ રીતે શાળાઓ બંધ છે.પરંતુ શિક્ષકો ઇન્ટરનેટ કે વિડીયોના માધ્યમથી વિદ્યાર્થીઓને શિક્ષણ પૂરું પાડી રહ્યા છે. આપણે ગુરૂકુળીય પરંપરાથી આપણી શિક્ષણ વ્યવસ્થાને ચલાવતા આવ્યા છીએ.એ જ ગુરુ શિષ્ય પરંપરામાં વિદ્યાર્થીના માતા-પિતા અને વિદ્યાલય એનું અસ્તિત્વ અને તેનો ઉલ્લેખ રામાયણ અને મહાભારત જેવા મહાકાવ્યોમાં પણ જોવા મળ્યો છે.

વાલી જ્યારે બાળકને શાળાએ લઈને જાય છે ત્યારે તેનો એક જ ઉદ્દેશ હોય છે. “એ સમાજમાં સ્વમાનભેર જીવી શકે એ પોતાની આજીવીકા ટળી શકે, એ પોતાની આજીવિકા રળી શકે,એ પોતાના કુટુંબનું, રાષ્ટ્રનું નામ રોશન કરી શકે, એ પોતાના કુટુંબના અને રાષ્ટ્રના નિર્માણમાં પોતાનું ફાળો આપી શકે.” આ બધું તે વિદ્યાલયમાં શીખે છે. અને વિદ્યાલય એટલે પ્રાચીન કાળથી ચાલી આવતી ગુરૂકુળીય પરંપરા વિદ્યાલયએ -એ સ્થાન છે જ્યાં બાળક હવે જિંદગીના પાઠ શીખે. આ વિદ્યાલયમાં તે માતા પિતાના સપના પૂરા કરી શકવાનું તેમજ જીવન કેમ જીવવું તે શીખવા નું મંચ પૂરું પાડે છે. અહીં એક મહત્વનું પાસું એ પણ છે “શિક્ષક” જેને સનાતન કાળથી ગુરુ કહેવામાં આવે છે. વિદ્યા પીરસવાનું કામ એટલે કે માં શારદા ની ઉપાસના નું કામ વિદ્યાર્થી શિષ્ય તરીકે કરે છે અને શિક્ષક એના દાવેદાર તરીકે વિદ્યાર્થીઓને ખુબ સરસ મજાનું શિક્ષણ આપે છે. એ વિદ્યાર્થીને જીવનમાં આવતી મુશ્કેલીઓ સામે કેવી રીતે ઝઝૂમવું એ શીખવેશે, શાળામાં આવેલ બાળકોને સંસ્કારોના તેમજ શિસ્તના પાઠ શીખવશે. સંસ્કૃતિથી માહિતગાર કરશે. વિદ્યાર્થીને જીવન જીવવા માટે નું અનુકુલન શીખવશે. સહકાર અને સંપ ના પાઠ શીખવશે. આ એ જ શિક્ષક છે જે વિદ્યાર્થીને નક્કી કરેલો પાઠ્યક્રમ તો આપે જ છે પરંતુ જિંદગીની સરસ મજાની અનુભવેલી પળોની વાતો પણ કહેશે. વિદ્યાલયોમાં બિરાજતા આ વિદ્યાગુરુઓ એ વિદ્યાર્થીઓ માટે પથદર્શક કે માર્ગદર્શક જ નહીં પરંતુ વિદ્યાર્થીની સંપૂર્ણ જિંદગી બદલી નાખતા હોય છે.

વાલીએ વિદ્યાર્થીઓને વિદ્યાલય તરફ વિમુખ કરવાના હોય છે. વિદ્યાર્થીઓને સાચી દિશામાં લઈ જઈ તેને ગુરુ પ્રત્યેનું માન, પ્રીતિ શીખવવાની હોય છે.ટૂંકાગાળા માટે આવેલી આ મહામારી કે આપત્તીમાંથી બહાર નીકળવા સૌથી પહેલાં તો વાલી-શિક્ષક- વિદ્યાર્થી અને વિદ્યાલય બધાએ એકમંચ પર સાથે આવી જવું પડશે. એકબીજાને સહકાર આપવો પડશે. શિક્ષક દ્વારા જે કંઈ પણ દિશાસૂચન આપવામાં આવે એમાં વિદ્યાર્થી એ તરફ વળે એ માટે વાલીએ વિદ્યાર્થીને વાળવો પડશે.
આપણી શિક્ષણ વ્યવસ્થાએ સાચા અર્થમાં કેળવણીની વ્યવસ્થા છે. આધ્યાત્મિક મૂલ્યોની સાથે આપણા વિદ્યાર્થીઓનું સિંચન પણ આપણી શિક્ષણ વ્યવસ્થામાં થઈ રહ્યું છે.જ્યાં શાંતિ સહકાર અને અનુકૂલન હશે ત્યાં આપણે દરેક પ્રકારની સિદ્ધિ હાંસલ કરી શકીશું. જ્યાં વાલી અને વિદ્યાર્થી શિક્ષકને સંપૂર્ણ સહકાર આપશે ત્યારે વિદ્યાલયની વ્યવસ્થાઓ અને શિક્ષક એ શિક્ષણ માટે સમર્પિત થશે. અને વિદ્યાર્થીના વિકાસમાં ઉત્પાનમાં પોતાનું સમર્પણ રેડી દે છે.