gajeravidyabhavanguj
“વિદ્યાર્થી ની સફળતા” એટલે શિક્ષક, શાળા અને વાલીના સહકારનો ત્રિવેણી સંગમ
કાર્યને સફળ બનાવવું હોયતો મૂલ્યાંકન ખૂબ જ જરૂરી છે. ગજેરા વિદ્યાભવનમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા સતત મૂલ્યાંકન કરવામાં આવે છે.માસ દરમિયાન જોવા મળતી સારી બાબત તેમજ ક્ષતિઓ નોંધી PTM માં જ્યારે વાલીશ્રી આવે ત્યારે તેમના હકારાત્મક અને નકારાત્મક બંને પાસા ની ચર્ચા કરવામાં આવે છે, જેથી બાળકનો વિકાસ સાધી શકાય. શિક્ષક અને વાલીશ્રીના સહકારથી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપી અભ્યાસમાં રૂચિ દાખવે તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવે છે. વાલીશ્રીઓ પણ શિક્ષકોનો વિદ્યાર્થી પ્રત્યેનો અભિપ્રાય સાંભળે છે, અને વિદ્યાર્થી માં સુધારો લાવવા કટિબદ્ધ થાય છે.
વિદ્યાર્થી એ કુમળા છોડ સમાન હોય છે, તેને શાળારૂપી જમીન, શિક્ષકના સૂચનો રૂપી ખાતર, અને વાલીશ્રીની કાળજી રૂપી સિંચન કરવામાં આવે તો છોડ સંપૂર્ણ વિકસીત બનીને ઘટાદાર વટ વૃક્ષ બની શકે છે.
૧૨મી ઓક્ટોબર એટલે મેકર્સ ડે. જયારે આ વર્ષે મેકર્સ ડે ની તમામ માહિતી પણ આપવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓ પોતાની કળાને પ્રદર્શિત કરી શકે છે.