gajeravidyabhavanguj
વિદ્યાર્થીના શૈક્ષણિક મૂલ્યાંકનની એક ઝલક
શાળા બગીચો છે તો બાળકો બીજ છે, વાલીશ્રી પાણી અને શિક્ષક ખાતર છે. જ્યાં સુધી આ બધીજ વસ્તુઓનો સમન્વય ન થાય ત્યાં સુધી છોડની વૃદ્ધિ અને વિકાસ થતો નથી.
કોરોના જેવી મહામારીને લીધે વિદ્યાર્થીઓના અભ્યાસ પર સૌથી વધુ અસર કરી છે. ક્યારેક ઓફલાઈન શિક્ષણ તો ક્યારેક ઓનલાઇન શિક્ષણ વિદ્યાર્થીઓ એક શિક્ષણ પદ્ધતિમાં સેટ થાય ત્યાં પદ્ધતિ બદલાઈ આવી પરિસ્થિતિને કારણે વિદ્યાર્થીઓનું અભ્યાસલક્ષી કાર્યમાં એકાગ્રતા ઓછી થતી જોવા મળી છે. વિદ્યાર્થીઓમાં રહેલી કચાસ દૂર કરી ફરી પહેલા જેવા ધબકતા કરવા માટે ગજેરા વિદ્યાભવનમાં ઓફ લાઈન યુનિટ ટેસ્ટનું આયોજન કર્યું હતું.
પેપર ચકાસણી બાદ વિદ્યાર્થીઓની ક્ષતિને દૂર કરવા વાલી મીટીંગ દરમ્યાન વિદ્યાર્થીઓના પેપર બતાવી તેમના અભ્યાસ અંગેની ચર્ચા કરી દરેક વિદ્યાર્થીઓના અભ્યાસની ચર્ચા ઊંડાણપૂર્વક થાય તે માટે તારીખ-23/02/2022 ને બુધવારના રોજ ધોરણ-1 અને 2 તારીખ-24/02/2022 ને ગુરુવારના રોજ ધોરણ-3 અને 4 તેમજ તારીખ-25/02/2022 ને શુક્રવારના રોજ ધોરણ-5,6,7 મિટિંગનું આયોજન કર્યું હતું.
વાલીશ્રીઓએ પણ શિક્ષકો પાસેથી માર્ગદર્શન મેળવીને પોતાના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે સાથ સહકાર આપવા કટિબદ્ધ થયા હતા તે બદલ ગજેરા શાળા પરિવાર દરેક વાલીશ્રીનો આભાર માને છે. કહેવત છે તે કે તારી એક હાથે ન વાગે તેમ શાળા કે શિક્ષક એકલા વિદ્યાર્થીનું ઘડતર ન કરી શકે તેમાં વિદ્યાર્થીઓ અને વાલીશ્રીનું જોડાણ અતિઆવશ્યક છે.