gajeravidyabhavanguj
વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસનો માપદંડ એટલે પરીક્ષાનું પરિણામ
Updated: May 6, 2022
કોરોનાની મહામારી એ વિદ્યાર્થીઓને શાળા થી દૂર કરી દીધા હતા.પરંતુ હવે ફરીથી શાળાઓ આ ભૂલકાઓ થી જ નક્કી થઈ ગઈ છે.ઓનલાઇન શિક્ષણ ની જગ્યાએ ફરીથી શાળા શિક્ષણ શરૂ થયું છે, વિદ્યાર્થીઓ શિક્ષકના સંપર્કમાં આવીને અભ્યાસ તરફ વળી રહ્યા છે.સત્ર દરમિયાન વિદ્યાર્થીઓએ શાળામાં આવીને શિક્ષણ મેળવ્યું.
વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે તેમજ તેમનામાં રહેલી ખામીને દૂર કરવા માટે મૂલ્યાંકન થવું અત્યંત જરૂરી બને છે.પરીક્ષા એ વિદ્યાર્થીઓના જ્ઞાનનો મૂલ્યાંકન કરવાનો એક ભાગ છે, એ ભાગરૂપે ધોરણ 1 થી 7 ના વિદ્યાર્થીઓની શાળામાં પરીક્ષા લેવામાં આવી હતી.
પરીક્ષા દ્વારા જ વિદ્યાર્થીઓ પોતાનું આત્મમંથન કરી શકે છે. પરીક્ષા વિદ્યાર્થીઓ ના જ્ઞાન ને ચકાસી પરિણામરૂપે તેનો માપદંડ રજૂ કરે છે,માટે ધોરણ 1 થી 4 નું પરિણામ તારીખ 04/05/2022 ના રોજ તેમજ ધોરણ 5 થી 7 નું પરિણામ તારીખ 05/05/2022 ના રોજ રાખવામાં આવ્યું હતું.પરિણામ દરમિયાન વાલીઓ પોતાના બાળક નું પરિણામ જોઈ તેમના ચહેરા પર આત્મસંતોષ અને ખુશીની ઝલક જોવા મળતી હતી. ભૂલકાઓ પણ પોતાના પરિણામને હાથમાં જોઈને ખુશી અનુભવી રહ્યા હતા સાથે-સાથે શિક્ષકો પણ પરિણામ આપતાં સંતોષની લાગણી અનુભવતા હતા. કેમ કે શિક્ષક, વિદ્યાર્થી અને વાલીશ્રી આ ત્રણેયની મહેનતનું ફળ, જે સંતોષજનક હતું.
તમામ વિદ્યાર્થીઓને ગજેરા શાળા પરિવાર ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે..