gajeravidyabhavanguj
વિદ્યાર્થીએ મેળવેલ શિક્ષણની ચકાસણીનું સોપાન એટલે પરીક્ષા
उठो जागो और तब तक मत रुको,
जब तक लक्ष्य की प्राप्ति न हो जाए|
કસોટી +માપન+ પરીક્ષણ + મૂલ્યાંકન = પરીક્ષા
આ ચારે સોપાનો નો સંગમ એટલે પરીક્ષા.રાષ્ટ્રવ્યાપી પ્રમાણિત પરીક્ષણનો અમલ કરનાર પ્રથમ દેશ પ્રાચીન ચીન હતો. ઈ. સ.605 એડીમા સુઇ રાજવંશ દ્વારા સ્થાપિત શાહી પરીક્ષા તરીકે ઓળખાતી. તેમનો હેતુ ચોક્કસ સરકારી હોદ્દા માટે સક્ષમ ઉમેદવારોની પસંદગી કરવાનો હતો. આ સિસ્ટમ કિંગ રાજવંશ દ્વારા 13૦૦ વર્ષ પછી 1905 માં નાબૂદ કરવામાં આવી હતી, પરંતુ ઇંગ્લેન્ડે મેજેસ્ટીની સિવિલ સર્વિસ માટે 1806 માં આ પરીક્ષા પદ્ધતિ અપનાવી હતી અને પછીથી શિક્ષણ પર લાગુ કરવામાં આવી હતી, જેણે ધીરે ધીરે વિશ્વના અન્ય ભાગોને પ્રભાવિત કર્યા હતા. આ રીતે વિદ્યાર્થીઓ માટેની પરીક્ષાઓનો ખ્યાલ વિકસિત થયો.
હેનરી એ ફિશલ ઇન્ડિયાના યુનિવર્સિટીમાં નજીકની પૂર્વીય ભાષાઓ અને સંસ્કૃતના પ્રોફેસર હતા. તે યહૂદી અભ્યાસ કાર્યક્રમ અને ઇન્ડિયાના યુનિવર્સિટીમાં ધાર્મિક અધ્યયન વિભાગની સ્થાપનામાં પ્રભાવશાળી વ્યક્તિ હતા. તેવોએ શાળા અને મહાશાળાઓમા મોજુદા પરીક્ષા પધ્ધતિ દખલ કરી હતી હેનરી ફિશેલ પરીક્ષાઓની શોધ કરનારી પહેલી વ્યક્તિ છે તેવું અભિવ્યક્ત કરવામાં આવે છે.
“પરીક્ષા એટલે શ્રેષ્ઠતાની ઓળખ અને કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવાની તૈયારીનું નિરીક્ષણ”
વિદ્યાર્થી જીવનમાં પરીક્ષાનું ખૂબ જ મહત્વ હોય છે. પરીક્ષા એટલે એવી રીક્ષા કે જેમાં સવાર થઈને જ આપણે સહું આગળ વધીએ છીએ પછી તે શાળામાં પરીક્ષા હોય, કોલેજમાં પરીક્ષા હોય, ઘરમાં ગૃહિણીની પરીક્ષા હોય, ઓફિસમાં પુરૂષોની પરીક્ષા હોય કે પછી જીવનના માર્ગ પર આવતી અન્ય પરીક્ષા હોય. વિદ્યાર્થી વર્ષમાં બે કે ત્રણ વાર પરીક્ષા થાય છે. જયારે વિદ્યાર્થીની પરીક્ષા હોય ત્યારે એકબાજુ ચિંતા હોય છે. તો બીજી બાજુ ખુશી પણ હોય છે કેમ કે આ સમયે તેમની મહેનતનો રંગ જોવા મળતો હોય છે. પરીક્ષાના સમયે વિદ્યાર્થીઓ દુનિયાની સુઘ ભૂલીને માત્ર તેના અભ્યાસમાં જ ધ્યાન આપે છે. ખાવા-પીવાનું બધું ભૂલી જાય છે અને સાથે ઊંઘવાનું પણ, માત્ર ચોપડીઓ લઈને આખો દિવસ વાંચ્યા જ કરે છે.પરંતુ પરીક્ષાનું મહત્વ કંઈક જુદું જ છે અભ્યાસએ શીખવા માટે છે અને પરીક્ષા શીખેલાના માપન માટે છે. ગજેરા વિદ્યાભવન માં વિદ્યાર્થીઓ પણ પોતે કરેલા અભ્યાસમાં પરીક્ષણ કરાવવા માટે અવાર નવાર પરીક્ષાઓ આપતા હોય છે તે જ રીતે ચાલુ વર્ષે પણ covid -19 અવઢવ સાથે સાથે ઓનલાઇન અને ઓફલાઇન શિક્ષણ મેળવ્યા બાદ મૂલ્યાંકન કરવવા પરીક્ષા આપી રહ્યા છે અને આ પરીક્ષા ની પવિત્રતા અને ગુપ્તતા જળવાઈ રહે તે માટે શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ સતત પુનરાવર્તન કરી વિદ્યાર્થીઓને તેમના લક્ષ્ય તરફ પ્રેરી રહ્યા છે.
मेहनत इतनी ख़ामोशी से करो
की सफलता शोर मचा दे
આમ શાળાનો અભ્યાસ કરીને પોતાનું મૂલ્યાંકન ક રાવતા તમામ વિદ્યાર્થીઓને ગજેરા શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન.