top of page
  • Writer's picturegajeravidyabhavanguj

વાત્સલ્યની મૂર્તિ એટલે 'મા'


મનુષ્યને જન્મ આપતી માતા નું ગૌરવ અનન્ય છે. દરેક ભાષામાં ઘણા કવિઓએ પૃથ્વી પરના અમૃત જેવા અજોડ માતૃપ્રેમ નો મહિમા વિવિધ ઉપમાઓ થી વર્ણવ્યો છે. સંસ્કૃતમાં તો કહેવાયું છે કે, જનની અને જન્મભૂમિ બંને સ્વર્ગ થી પણ વિશેષ મધુર છે.

"વરસે ઘડીક વ્યોમ વાદળી રે લોલ,માડીનો મેઘ બારે માસ રે, જનનીની જોડ સખી!.. નહી જડે રે લોલ"

જગતમાં માતાને આટલું મહત્વ અપાય છે એના ઘણા કારણો છે તેનું સૌથી મોટું કારણ છે 'માતા નું સમર્પણ' . બાળકના દેશનું ઘડતર કર્યા પછી પણ બાળકને જન્મ આપવા માટે માતાએ ખૂબ જ કષ્ટ વેઠવું પડે છે.

ઈશ્વર પ્રેમનું સર્જન કર્યુ હશે ત્યારે સૌથી પ્રથમ માતા બનાવવાનું વિચાર્યુ હશે. બાળકને જન્મ આપનાર અને તેનું લાલનપાલન કરી જીવનનું સુયોગ્ય ઘડતર કરનાર માતાની મૂલ્યવાન સેવાનો બદલો શકાય એમ છે?. સાચે જ, જગતમાં સૌ સગા સ્નેહીજનો વચ્ચે માતા ત્યાગની મૂર્તિ, બલિદાનની મૂર્તિ, સોજન્ય ની મૂર્તિ , પ્રેમ અને કરુણા ની મૂર્તિ પૂનમના ચાંદ એવી ઝળહળે છે! જગતમાં સર્વપ્રથમ અને બાળકના મુખમાંથી નિકળતો પ્રથમ જો શબ્દ હોય તો તે 'મા ,મમ્મા'એ છે. એક માને સૌથી સારી શિક્ષક છે તે બાળકને પ્રારંભિક શિક્ષણ આપે છે અને બાળકને જીવતા શીખવાડે છે

માં કોઈપણ પ્રકારના સ્વાર્થ વિના સમગ્ર જીવનકાળ દરમ્યાન તેના બાળકને પ્રેમ કરે છે અને તેથી જ દર વર્ષે મે મહિનાના બીજા રવિવાર ને Mother's day તરીકે ઉજવવામાં આવે છે.

બાળકો માતાના વાત્સલ્યને સમજે તેમને સન્માન અને આદર આપે તે હેતુથી અમારા બાળભવનમાં મધર્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી જેમાં બાળકોએ સુંદર રંગપૂરણી કરી પોતાની મમ્મી ને આપવા માટે ખુબજ સુંદર મધર્સ ડે કાર્ડ બનાવ્યા હતા અને પોતાની મમ્મી ને ગિફ્ટ માં આપ્યા હતા.

109 views0 comments

Recent Posts

See All
bottom of page