gajeravidyabhavanguj
વાતચીતનો કાર્યક્રમ (Talk Show)-“યુવા દિવસની ઉજવણી”

ગજેરા વિદ્યાભવન, કતારગામ ખાતે “યુવા દિવસ” ની ઉજવણીના ભાગરૂપે વિદ્યાર્થીઓને “સ્વામી વિવેકાનંદનું ચિંતન”વિષય પર એક“ટોક શો”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટોક-શો માં ભાગ લેનાર વિદ્યાર્થીઓ અને તજજ્ઞ અને શ્રી વી. ટી. ચોકસી કોલેજના પ્રોફેસર ડૉ. નરેન્દ્રસિંહ ગોહિલ ઉપસ્થિત રહી સ્વામી વિવેકાનંદના જીવન ચરિત્ર અને તેમના જીવનની અનુભૂતિ વિદ્યાર્થીઓ સાથે વાગોળી હતી. વિદ્યાર્થીઓના મનમાં ઉદ્ભવતા જુદા જુદા પ્રશ્નોનું પણ ખૂબ જ સારી રીતે નિવારણ કર્યું હતું અને સ્વામી વિવેકાનંદના જીવનમાંથી આપણા જીવનમાં ઉતારવા જેવી સારી બાબતો પર પ્રકાશ પાડ્યો હતો. આ ટોક-શો માં ભાગ લેનાર ડૉ. નરેન્દ્રસિંહ ગોહિલે વક્તવ્ય પૂરું પાડ્યું અને શાળાનાવિદ્યાર્થી મેંદપરા જેન્સી અને માળી રોશન ને ગજેરા ટ્રસ્ટ અને ગજેરા શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા હતાં.