gajeravidyabhavanguj
વિડીયો મેકિંગ એજ્યુકેટર્સ ટ્રેનિંગ.

શિક્ષણમાં સમય અનુસાર ફેરફાર અને અપડેટ જરૂરી છે. આજે જયારે ફિઝિકલ એજ્યુકેશન બંધ છે અને ઓનલાઈન એજ્યુકેશન કરવામાં આવી રહ્યું છે ત્યારે વિદ્યાર્થીઓ ખુબ જ સારી રીતે શીખી શકે અને પુનરાવર્તન કરી શકે તે હેતુથી આપને ઓનલાઈન શિક્ષણમાં રેગ્યુલર શિક્ષણની સાથે સાથે સારા સારા સંકલ્પનાં આધારિત વિડીયો બનાવીને પણ વિદ્યાર્થીઓને પૂરો પાડવામાં આવે છે જેથી શિક્ષણકાર્યને વધુ અસરકારક બનાવી શકાય.
શિક્ષકો ધ્વારા આપણી જ શાળામાં સ્ટુડીયોમાં વિડીયો બનાવી બાળકોને સારા વિડીયો મળી રહે તેવા પ્રયત્નો એજ્યુકેટર્સ ધ્વારા થઇ રહ્યાં છે ત્યારે આ વિડીયો બનાવવા માટેની તાલીમની જરૂરિયાત ઉભી થતી હોય છે માટે સારી રીતે વિડીયો બનાવીને તેમને એડિટ કરી અસરકારક વિડીયો બનાવવાની તાલીમ તા.22 મી જુલાઈનાં રોજ રાખવામાં આવી હતી જેમાં 50 જેટલાં એજ્યુકેટર્સ તાલીમ મેળવી હતી આ તાલીમ ટ્રેનર અર્પિત શાહ અને સ્મીતશાહ ધ્વારા આપવામાં આવી હતી. જેમાં વિડીયો બનાવતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું તથા વિડીયોને કેવી રીતે એડિટ કરી સારા વિડીયો બનાવી શકાય તેનું પુરતું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સારા વિડીયો બનાવી શકાય તેનું પુરતું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
હવે, પછી એજયુકેટર્સને કમ્પ્યુટર પર ટ્રેનિંગ પૂરી પાડવામાં આવશે અને પૂરતી પ્રેક્ટીસ કરાવવામાં આવશે જેથી વિદ્યાર્થીને ઉપયોગી સારા વિડીયો બનાવી શકાય. આમ, શાળા ધ્વારા વિદ્યાર્થીઓને ખુબ જ અસરકારક શિક્ષણ મળી રહે તેવા પૂરતાં પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. આશા છે કે આપ સૌ વિદ્યાર્થીઓ અને વાલીઓ તેનો ભરપુર લાભ લે અને બાળકને સારું શિક્ષણ મળી રહે તેવી કાળજી રાખે આ નવા તૈયાર થયેલ વિડીયો ટૂંક સમયમાં જ આપણી શાળાની યુટયુબ ચેનલ પર અપલોડ થઈ વિદ્યાર્થીઓ સુધી પહોચાડવામાં આવશે.