gajeravidyabhavanguj
વિજ્ઞાન એ વિકાસનો આધાર સ્થંભ છે.

28 મી ફેબ્રુઆરી એ “નેશનલ સાયન્સ ડે” તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસને રામન ઈફેક્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઈ.સ 1986 થી દરેક વર્ષે 28 મી ફેબ્રુઆરી એ ઊજવવા માં આવે છે. પ્રોફેસર સી.વી.રામન એ ઈ.સ. 1928 માં કોલકતામાં આ દિવસે એક ઉત્તકૃષ્ટ વૈજ્ઞાનિક શોધ કરી હતી. જે રામન ઈફેક્ટ થી પ્રસિધ્ધ છે. તેમના આ કાર્ય માટે તેમને 1930માં નોબલ પુરસ્કારથી સન્માનિત કર્યા હતા.

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસનો મૂળ હેતુ યુવાન વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રતિ આકર્ષિત તેમજ પ્રોત્સાહિત કરવા અને સામાન્ય જનતાને વિજ્ઞાન અને વૈજ્ઞાનિક સિધ્ધીઓ પ્રતિ સજાગ રાખવાના છે. આ દિવસે બધી વિજ્ઞાન સંસ્થાઓ જેમકે રાષ્ટ્રીય અને અન્ય વિજ્ઞાન પ્રયોગશાળાઓ, વિજ્ઞાન એકેડેમીઓ, શાળાઓ, કોલેજો તથા તાલીમ સંસ્થાઓ ખાતે વિવિધ વિજ્ઞાનિક પ્રવૃત્તિઓ સાથે સંબંધિત કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે.

મહત્વપૂર્ણ આયોજનમાં સાયન્સ ક્વીઝ, વિજ્ઞાન પ્રદર્શન નિબંધ લેખન , વિજ્ઞાનીકોના વક્તવ્યો વગેરે નું આયોજન કરી વિદ્યાર્થીઓ ને વિજ્ઞાન સાથેસન સાકળવાનો પ્રયત્ન કરવામાં આવે છે. આવો એક પ્રયત્ન ગજેરા વિદ્યાભવન માં પણ કર્યો હતો.

આ વખતે અમારી શાળામાં સાયન્સ ક્વીઝ નું આયોજન કર્યું હતું. જેમાં જુદા-જુદા રાઉન્ડ રાખવામાં આવ્યા હતા જેમકે કમ્પલસરી રાઉન્ડ, સ્પીડ રાઉન્ડ, પ્રોજેક્ટર રાઉન્ડ, બર્ઝર રાઉન્ડ, જેવા રાઉન્ડ રાખ્યા હતા. ધોરણ-6,7 ના વિદ્યાર્થીઓએ ખુબ જ ઉત્સાહ થી ભાગ લીધો હતો.