top of page
  • Writer's picturegajeravidyabhavanguj

વિઘ્નહર્તાના વધામણાં

“પ્રજામાં પ્રથમ જે સદૈવ, તું તો વિઘ્નહર્તા દેવ...

ગજાનંદ શિવ પાર્વતીનો તું પ્યારો, આજ અમારા આંગણે પધારો...

મુશકનું છે વાહન તારું, ગણેશા પ્યારું નામ તારું...”

‘ઉત્સવ પ્રિયજના:’ એટલે કે લોકો ઉત્સવ પ્રિય હોય છે. ઉત્સવો અને તહેવારો સાથે ભારતની પ્રજાનો જીવંત સબંધ સદીઓથી બંધાયેલો રહ્યો છે. ભારતના દરેક ઉત્સવો અને તહેવારો પાછળ કોઈને કોઈ સાંસ્કૃતિક, ધાર્મિક, સામાજિક કે રાજકીય મહાત્મય જોડાયેલા છે.

દરેક તહેવારો તેની વિધિ અને પરંપરા સાથે સમાજ, દેશ અન્રે રાષ્ટ્ર માટે કંઈક વિશેષ સંદેશ પણ આપે છે. કાકાસાહેબ કાલેલકરના શબ્દોમાં કહીએ તો "તહેવારો અને ઉત્સવો દ્વારા જ આપણે સંસ્કૃતિના કેટલાક અંગો સારી રીતે જાળવી અને ખીલવી શકીએ છીએ.”

“ગણેશજી કા રૂપ નિરાલા હૈ,

ચેહરાભી કિતના ભોલાભાલા હૈ,

જિસકો ભી આતી હૈ કોઈ મુસીબત

ઉસે ગણેશાને હી સંભાલા હૈ”

ભારતીય સંસ્કૃતિમાં દરેક શુભકાર્યની શરૂઆત પહેલા ભગવાન શ્રીગણેશની પૂજાથી કરવામાં આવે છે. ભાદરવા સુદ ચતુર્થી એટલે ગણેશ ચતુર્થી જે દુંદાળા દેવ ગણપતિજીનો જન્મદિવસ છે. પ્રથમ પૂજ્ય અને વિઘ્નહર્તા ગણપતિનું ચતુર્થીના દિવસથી લઈને અનંત ચતુર્દર્શી એમ ૧૦ દિવસ સુધી સ્થાપન-પૂજન કરવામાં આવે છે.

દરેક શુભકાર્ય કે અનુષ્ઠાન કરતા પહેલા “શ્રી ગણેશાય નમ:” મંત્રનું ઉચ્ચારણ કરવામાં આવે છે. ગણેશજીને સમસ્ત સિધ્ધિઓ આપનારા માનવામાં આવે છે. ગણેશજી વિઘ્નોને દુર કરનારા દેવ છે. દયા અને કૃપાના મહાસાગર છે. તેથી તેઓ વિનાયક છે. ગણેશજી વિદ્યા-બુદ્ધિના અથાગ સાગર તથા વિધાતા છે. ગણેશજી સમસ્ત લોકોમાં સર્વપ્રથમ પુજાનારા એકમાત્ર દેવતા છે. તેઓ તમામ ગણના ગણાધ્યક્ષ હોવાને કારણે ગણપતિના નામથી પણ ઓળખાય છે.

ગણેશ ભગવાન શિવના પુત્ર છે અને શુભ-લાભના પિતા છે. મહર્ષિ વેદવ્યાસ રચિત મહાકાવ્ય ‘મહાભારત’નું લેખન પણ ગણેશજીએ કર્યુ હતું. ગણેશજીનું સ્વરૂપ માનવીને કંઈક ને કંઈક સંદેશો પાઠવે છે.

ભગવાન શ્રી ગણેશનું મુખ આપણને ‘ઉચ્ચવિચાર’ અને ‘લાભ’ની પ્રેરણા આપે છે. મોટા કાન નવી વાતો જાણતા રહેવાની પ્રેરણા આપે છે, નાની આંખો પોતાના લક્ષ્યને વળગી રહેવાની પ્રેરણા આપે છે. ગણેશજીના અનેક નામ છે. પરંતુ ૧૨ નામ મુખ્ય છે. સુમુખ, એકદંત, કપિલ, ગજકર્ણક, લંબોદર, વિકટ, વિઘ્નહર્તા, વિનાયક, ધૂમકેતુ, ગણાધ્યક્ષ, ભાલચંદ્ર, ગજાનન.

"જોઈ તમારું મુખ અમે મંત્રમુગ્ઘ થઈ ગયા,

બુદ્ધિમતાથી અમે ચકિત થઈ ગયા,

પ્રથમ સ્થાન મેળવ્યું દેવોમાં,

દર્શન પામીને અમે ધન્ય થઈ ગયા”

ગણેશજીનું પૂજન મરાઠા શાસનકાળથી થાય છે. સૌ પ્રથમ આ તહેવાર ૧૯૮૯માં પુણેમાં ઉજવાયો હતો.

ભારતના એક સ્વાતંત્રીય સેનાની અને સમાજ સુધારક એવા બાલગંગાધર તિલકએ આ તહેવાર ભારતને નવા રૂપથી ઉજવતા શીખવ્યો. તિલકે વિચાર્યું કે ઘરે ઘરે થતી ગણેશપૂજાને ગણેશોત્સવનું રૂપ આપી સાર્વજનિક રીતે ઉજવવામાં આવે તો લોકોમાં દેશપ્રેમ અને અંગ્રેજોના અન્યાય વિરુદ્ધ સંઘર્ષનો સાહસ વધે અને તેમાં દરેક જાતિના લોકો હાજરી આપી શકે અને તેથી તેમણે ઈ.સ. ૧૮૯૪માં ગણેશોત્સવનો પાયો મુક્યો હતો.


બાળકો ધાર્મિક તહેવારોનું મહત્વ સમજે પૌરાણિક કથાઓથી પરિચિત થાય તેમજ પર્યાવરણને પણ નુકશાન ન પહોંચાડે એ માટે અમારા બાલભવનમાં ઈકો-ફ્રેન્ડલી રીતે ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં એક્ટીવીટી દ્વારા બાળકને માટીના, ન્યુઝપેપર માંથી તેમજ હળદર માંથી ગણેશજી બનાવતા શીખવાડવામાં આવ્યું હતું. ગણેશના પ્રિય એવા મોદક પણ બાળકો ઘરે બનાવતા શીખે એ માટે બિસ્કીટ માંથી મોદક બનાવવાની એક્ટીવીટી કરાવવામાં આવી હતી. ગણેશનો મંડપ પણ કેળના પાંદડાથી ઈકો-ફ્રેન્ડલી રીતે સજાવવામાં આવ્યો હતો.

માટી, છાણ અને વિવિધ ઔષધિઓના અર્ક માંથી બનેલી ઈકો-ફ્રેન્ડલી ગણેશજીની માટીની પ્રતિમાને શિક્ષકોએ લેઝીમના તાલે વાજતે-ગાજતે વધામણાં (આગમન) કર્યા હતા. ગણેશ ઉત્પત્તિ અને સાચું તીર્થ ની સમજુતી સુંદર નાટ્યકૃતિ દ્વારા સમજાવવામાં આવી હતી. અમારા નાના-નાના બાળકોએ પણ પોતાના પ્રિય ફ્રેન્ડ ગણેશના માટે ખુબ જ સુંદર ડાન્સ વર્ચ્ચુઅલ રીતે કર્યો હતો.

જય ગણેશના નાદથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.

“દિલ સે જો ભી માંગોગે મિલેગા

યે ગણેશજીકા દરબાર હૈ,

દેવો કે દેવ વક્રતુંડ મહાકાય કો,

અપને હરભકત સે પ્યાર હૈ”

157 views0 comments
bottom of page