top of page
  • Writer's picturegajeravidyabhavanguj

વૃક્ષ વિના જીવન રૂક્ષ, વુક્ષ વાવવાથી ધરા ખુશ


"વસુંધરે ‎નમસ્તુભ્યમ ‎ભુધાતી ‎નમોસ્તુતે, ‎

રત્નગર્ભે ‎નમસ્તુભ્યમ પાદસ્યશર્મ ‎ક્ષમસ્વમે,

સમુદ્ર વસને દેવી ‎પર્વતરતન ‎મણડલે, ‎

વિષ્ણુપત્ની ‎નમસ્તુભ્યમ, ‎પાદસ્યશર્મ ‎ક્ષમસ્વમે"

અર્થાત હે વસુધરા તમને નમસ્કાર. જીવ જગત ધારણ કરનારી તમને નમસ્કાર. રત્નોની ધરતીને નમસ્કાર તમને મારા ચરણ સ્પર્શ બદલ ક્ષમા માગું છું.

ભવિષ્ય માટે એક વૃક્ષ

ધરતી પર આપણે સવારે ઊઠીને પ્રથમ પગ મુકીએ તેની ક્ષમા માગવી એ ધરતી પ્રત્યેના સન્માનની વાત કરે છે. સૂર્ય અને નદી-પર્વતને નમસ્કાર કરવા અને વૃક્ષોનું પૂજન કરવું એ જ આપણો પૌરાણિક ધર્મ અને સંસ્કૃતિ છે. આપણા તહેવારોમાં પર્યાવરણ સુરક્ષાનો સંદેશ સ્પષ્ટ દેખાય છે. વસંત પંચમી, હોળી, વડ સાવિત્રી, છઠપૂજા જેવા અનેક તહેવારો અને વ્રતો. સૂર્ય, ચંદ્ર, વાયુ, અગ્નિ, વૃક્ષ અને મોસમ સાથે જોડાયેલા છે. આમ, પર્યાવરણ સાથે માનવીનો ગાઢ સંબંધ છે. સમગ્ર જીવસૃષ્ટિનું સર્જન પર્યાવરણ માંથી થયું છે. પર્યાવરણ છે, તો આપણે છીએ એવું કહેવામાં કંઈ અતિશયોક્તિ નથી. પરંતુ માનવી પોતાની જરૂરિયાત અને મોજશોખની વસ્તુઓ મેળવવા માટે પર્યાવરણનો નાશ કરે છે. ઘરનું રાચરચીલું બનાવવા તે આડેધડ વૃક્ષો કાપે છે. જંગલોમાંથી વૃક્ષો કપાતા જંગલી પ્રાણીઓની સુરક્ષા ઘટી ગઈ છે. વરસાદનું પ્રમાણ ઘટ્યું છે. પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાય છે. પ્લાસ્ટિકના વધુ પડતા વપરાશના કારણે પ્રદૂષણનું પ્રમાણ વધ્યું છે. જેના કારણે માનવીના સ્વાસ્થ્ય ઉપર પણ માઠી અસર જોવા મળી છે.

આમ આજે પર્યાવરણની સુરક્ષાનો પ્રશ્ન ઘણો ગંભીર બન્યો છે. વિશ્વના દરેક દેશો આ બાબતથી સજાગ બને અને પર્યાવરણની સુરક્ષા પ્રત્યે જાગૃત થાય એ માટે દર વર્ષે ૫ મી જૂનને ‘વિશ્વ પર્યાવરણ’ દિવસ તરીકે ઉજવાય છે.

બાળકો પણ પર્યાવરણનું મહત્વ સમજે એ હેતુથી અમારા બાલભવનમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાળકોએ વૃક્ષોનું જતન કરવાના સંકલ્પ સાથે પ્લાન્ટેશન કર્યુ હતું. એક્ટિવિટી દ્વારા બાળકને પાંદડા નું છાપકામ કરાવ્યું હતું. બાળકોએ પણ પોતાના ઘરે વાવેલા ફૂલ છોડને પાણી પાય તેની માવજત કરી હતી.

ચાલો આપણે સૌ નાના નાના બાળકોના આ સંકલ્પના જોડાય વનસ્પતિ સૃષ્ટિ, જળ સંપત્તિ અને જીવસૃષ્ટિના રક્ષણ માટે આપણાથી બનતા પ્રયત્ન કરીએ.

આપણું પર્યાવરણ આપણા હાથમાં


514 views0 comments
bottom of page