gajeravidyabhavanguj
વસંત પંચમી
“ડાળી પાનને પુષ્પમાં મોહક રંગોથી
પીંછી ના છાપણા શરૂ થયા.
આ વસંત ની ગલીઓમાં અબીલ ગુલાલના
ઝાપટાં શરૂ થયા”
ભારતીય પંચાંગ મુજબ મહા સુદ પાંચમ ની તિથિ એ સમગ્ર દેશમાં જ્ઞાન - વિદ્યાની દેવી મા સરસ્વતી ના અવતરણ દિન તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે સરસ્વતી દેવીની પૂજા અર્ચના કરવામાં આવે છે. સરસ્વતી દેવી વાણી, શબ્દ, વિચાર, કલા, સાહિત્ય, સંસ્કૃતિ સર્જનના દેવી છે. જ્ઞાન અને સમજણ ના અધિષ્ઠાત્રી છે. મનુષ્યમાં સદબુદ્ધિ રૂપે ભગવતી સરસ્વતીનો આર્વિભાવ આ દિવસે થયો એટલે વસંત પંચમી જ્ઞાન અને સમજણ નું પર્વ છે.
પ્રકૃતિના ઉત્સવની ઉજવણીનો પર્વ એટલે વસંત પંચમી. વસંત એટલે નિસર્ગનો છલકાતો વૈભવ ઋતુરાજ વસંત ની છટા નિહાળીને જળ ચેતન બધામાં નવજીવનનો સંચાર થાય છે. આ ઋતુમાં પ્રકૃતિનું સૌંદર્ય બધી ઋતુઓ થી ચઢિયાતું હોય છે. આ ઋતુમાં સવારે ભ્રમણ કરવાથી મનમાં પ્રસન્નતા અને શરીરમાં સ્ફૂર્તિ આવે છે. વસંતપંચમી પર આપણા પાક ઘઉ, ચણા, જવ, વગેરે તૈયાર થઈ જાય છે. તેની ખુશીમાં આ દિવસે સંધ્યા સમયે મેળો લાગે છે. લોકો પરસ્પર એકબીજાના ગળે ભેટી ને પરસ્પર ને મેળાપ અને આનંદનું પ્રદર્શન કરે છે.
ગજેરા વિદ્યાભવન માં ધોરણ-૧ અને ધોરણ-૨ ના બાળકો પાસે ઓનલાઇન ક્લાસમાં વસંતપંચમી નિમિત્તે સરસ્વતી માતાની પૂજા-અર્ચના કરવામાં આવી. અને વસંત પંચમી નું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. પુરાણ કથા આધારિત સરસ્વતી માતાની વાર્તા બાળકોની કહેવામાં આવી ધોરણ - 2 ના બાળકોને સ્વસ્તિકનું મહત્વ સમજાવીને સ્વસ્તિક દોરતા શીખવું. તથા એક્ટિવિટીના ભાગરૂપે રંગીન કાગળ માંથી સૂર્યમુખી નું ફૂલ બનાવીને ક્રાફ્ટવર્ક પણ કરાવવામાં આવ્યું હતું
मेरी स्वपनों की निधि अनंत
में ऋतुओ में न्यारा वसंत