top of page
  • Writer's picturegajeravidyabhavanguj

વસ્તુ અને આકારોમાં ભાગોની સમજૂતી.

“Our Life is a many parts of Fraction.”

Fraction એટલે કે ભાગ/જૂથ. કોઈપણ વસ્તુકે આકારને સરખા ભાગે વહેંચવામાં આવે છે અને તેમાના કોઈ ભાગને દર્શાવવા માટે ગાણિતિક ભાષામાં અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવવામાં આવે છે.

ધોરણ-4 વિષય-ગણિત માં પ્રકરણ-૯ અડધુ અને પા ની સમજૂતી માટે વિદ્યાર્થીઓ પાસે અલગ-અલગ આકાર ધરાવતી વસ્તુઓ દ્વારા તેના ભાગ પાડતાં તેમજ અંકોમાં અને શબ્દમાં વાંચતાં-લખતાં સમજાવવામાં આવ્યું હતું. જેમાં દરેક બાળકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. અને આ પ્રવૃત્તિ માટે રંગીન કાગળ, ચોકલેટ, લીંબુ, બિસ્કીટ (ગોળ આકારમાં), વગેરે જેવી વસ્તુઓ લાવ્યા હતા.

દરેક વિદ્યાર્થીઓને બેન્ચીસ પર અંકમાં ½, ⅓, ⅔, ¼, ¾ વગેરે ભાગો લખી આપ્યા હતા. આ મુજબ વિદ્યાર્થીઓએ પોતે લાવેલ વસ્તુઓના ભાગ પાડ્યા હતા. આ રીતે જુદા-જુદા ભાગો જેવા પા અને અડધા ભાગ વિશે જાણકારી મેળવી હતી.

વ્યવહારુ જીવનમાં તેનો ઉપયોગ કઈ રીતે કરે છે, તેમજ Fraction આપણા જીવનની અનેક ક્રિયાઓ સાથે કઈ રીતે સંકળાયેલું છે. તેની જાણકારી મેળવી હતી. આ રીતે વિદ્યાર્થીઓએ તાસ પ્રવૃત્તિ દરમ્યાન ½, ⅓, ⅔, ¼, ¾ વગેરે વિશે ઊંડાણપૂર્વક સમજૂતી મેળવી.

387 views0 comments
bottom of page