gajeravidyabhavanguj
વર્લ્ડ હાર્ટ ડે
જેનું હૃદય તંદુરસ્ત તેનું જીવન સુખમય પસાર થાય છે.
આજે આપણે જોઈ રહ્યા છે કે આપણી આસપાસમાં ઘણા એવા લોકો છે જે હાર્ટની બીમારીથી પીડાઈ રહ્યા છે. પહેલાના સમયમાં હાર્ટની બીમારી ભાગ્યે જ કોઈ વ્યક્તિમાં જોવા મળતી હતી, પરંતુ આજે તો આ બીમારીએ ઘણું વિકરાળ સ્વરૂપ લઈ લીધું છે. દર પાંચ વ્યક્તિએ એક વ્યક્તિ દિલનો મરીજ બની ગયો છે. લોકોમાં હાર્ટ વિશે જાગૃતિ ફેલાય, પોતાનો સ્વાસ્થ્ય જાળવે એટલા માટે WHO દ્વારા 2000 થી WORLD HEART DAY ની ઉજવણી કરવામાં આવી.
સપ્ટેમ્બર મહિનાના છેલ્લા રવિવારે WORLD HEART DAY ઉજવવામાં આવતો હતો પરંતુ 2014 થી 29 મી સપ્ટેમ્બર ના રોજ વર્લ્ડ હાર્ટ ડે તરીકે ઉજવવાનું નક્કી થયું આ વર્ષે એટલે કે 2022 વર્લ્ડ હાર્ટ ડેની થીમ “USE HEART FOR EVERY HEART ” છે
લોકોમાં હાર્ટની બીમારીઓ અને તેના માટેની અવરનેસ આવે તે હેતુથી ગજેરા વિદ્યાભવનના કોન્ફરન્સ હોલમાં PPT દ્વારા વિદ્યાર્થીઓને હાર્ટ વિશેની માહિતી આપવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓને હાર્ટને હેલ્ધી રાખવાના ઉપાયો તેમજ કયા પ્રકારનો ખોરાક અને જીવનશૈલી હોવી જોઈએ તેની વિસ્તૃત માહિતી પણ આપવામાં આવી હતી