gajeravidyabhavanguj
વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે
આજ રોજ કતારગામ ખાતે આવેલ ગજેરા વિદ્યાભવનમાં તા.10/10/2022 સોમવાર નાં રોજ શાળામાં word mental health day આચાર્યશ્રી ડૉ. ભાવેશભાઈ ઘેલાણીનાં માર્ગદર્શન તેમજ શાળાનાં સુપરવાઈઝશ્રી ધારાબહેન તળાવિયા અને કિશોરભાઈ જસાણીની આગેવાની નીચે ઉપરોક્ત કાર્યક્રમનું શાળાનાં કોન્ફરન્સ હોલમાં આયોજન કરવામાં આવ્યું હતું. વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે ની શરૂઆત વર્ષ 1992 માં થઈ હતી. World Mental Health Day 2022 માનસિક સમસ્યાઓ પ્રત્યે જાગૃક્તા ફેલાવવા માટે દર વર્ષે 10 ઓકટોબરના રોજ વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે ઉજવામાં આવે છે. world mental health day 2022, ચિંતા માણસને તાણ આપે છે, અને તાણ સતત લાંબા સમય સુધી જળવાઈ રહે. તો ડિપ્રેશન એટલે કે અવસાદમાં પરિણમે છે. એવામાં માનસિક સ્વસ્થ પ્રત્યે જાગૃતતા ખૂબ જ જરૂરી છે. એમ પણ મેન્ટલ હેલ્થ શરીરના દુર્લક્ષ સેવતા ભાગ્માનની એક છે. માનસિક સમસ્યાઓ પ્રત્યે જાગૃતતા લાવવા માટે world Mental health day ઉજવામાં આવે છે. શાળના વિશાળ કોન્ફરન્સ હોલમાં ધો-10, 11/12 નો વિદ્યાર્થીઓએ ઉપરોક્ત વિષયે ડીબેટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સમાપન શાળાનાં શિક્ષકશ્રી ભરતભાઈ પરમાર તથા કિરણબેન સડસાણિયાએ કર્યું હતું.