top of page
  • Writer's picturegajeravidyabhavanguj

વર્લ્ડ ફોટોગ્રાફી ડે


આજ રોજ કતારગામ ખાતે આવેલ ગજેરા વિદ્યાભવનમાં તા.19/08/22 ને ગુરુવારનાં વર્લ્ડ ફોટોગ્રાફી ડે મનાવવામાં આવ્યો હતો. જેમાં ધોરણ 9 ના ફોટોગ્રાફી કલબના વિદ્યાર્થીઓને કેટલા પ્રકાર કેમેરા આવે છે. તેની માહિતી આપી તેમજ કેમેરાનો ઉપયોગ કેવી રીતે કરવો, કેવી રીતે ફોટા પાડવા તેમજ કેમેરાનાં ફંક્શનનો કેવી રીતે ઉપયોગ કરવો તેના વિશે એક સેમિનારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પાછળની સ્ટોરી સેકડો વર્ષ જૂની છે. આજથી લગભગ 181 વર્ષ પહેલા બનેલી એક ઘટના બાદથી જ આ દિવસ મનાવવામાં આવે છે. તેની શરૂઆત ફાન્સમાં 9 જાન્યુઆરી 1839 થી શરૂ થઈ હતી. તે સમયે ડોગોરોટાઈપ પ્રક્રિયા જાહેર કરવામાં આવી હતી. વિશ્વની પ્રથમ ફોટોગ્રાફી પ્રકિયા માનવામાં આવે છે. આ પ્રકિયાની આવિષ્કાર ફાન્સનાં જોસેફ નાઈસફોર અને લુઈસડોગરે કરી હતી. 19 ઓગષ્ટ 1839 નાં રોજ ફાન્સની સરકારે આ આવિષ્કાર વિશે જાહેર કર્યું હતું. અને તેનું પેટેન્ટ પોતાના નામે કરાવ્યું હતું. આ દિવસની યાદમાં જ વર્લ્ડ ફોટોગ્રાફી ડે એટલે કે વિશ્વ ફોટોગ્રાફી દિવસ મનાવવામાં આવે છે. વર્ષ 1839 માં વિશ્વની પ્રથમ સેલ્ફી લેવામાં આવી હતી. વિશ્વભરના ફોટોગ્રાફ્રરો અને ફોટોગ્રાફીના શોખીનો માટે આજનો દિવસ મોટો છે. શાળાનાં આચાર્યશ્રી ડૉ. ભાવેશભાઈ ઘેલાણીનાં માર્ગદર્શન હેઠળ તેમજ શાળાનાં સુપરવાઈઝશ્રી ધારાબહેન ગજેરા તેમજ કિશોરભાઈ જસાણીની આગેવાની નીચે ઉપરોક્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

102 views0 comments
bottom of page