gajeravidyabhavanguj
વર્લ્ડ એનિમલ ડે

સાંસ્કૃતિક પ્રધાન એવા આપણા દેશમાં વૃક્ષો, વનો, નદીઓ અને વન્યજીવોની પૂર્ણ અર્ચના આદિ-કાળથી થતી આવી છે. મનુષ્ય જન્મે ત્યારથી પર્યાવરણ સાથે તેનો અતુટ સબંધ રહેલો છે.
આપણા રોજબરોજના જીવનમાં જેમ હવા, પ્રાણી વનસ્પતિ મહત્વના છે. તેવી જ રીતે પ્રાણીઓનું પણ ખુબ જ મહત્વ રહેલું છે. પાલતું પ્રાણી, જંગલી પ્રાણી સાથે આપણે પેઢી દર પેઢી પેઢી કે પ્રાચીન કાળથી જોડાયલા છે. ગાય. ઘેટું, બિલાડી, કુતરો, ઘોડો, વાઘ, જિરાફ, વાંદરા, પોપટ-મોર, કુકડો, સમડી, કોયલ, ચકલી જેવા અનેક પશુ-પક્ષીઓ આપણા જીવન સાથે વણાયેલા છે. કેટલાક પ્રાણીઓને આપણે આપણા કાર્યમાં મદદ કરવા માટે સાથે રાખીએ છીએ. તેમના દુધનો આપણે ખાદ્ય પદાર્થ તરીકે ઉપયોગ કરીએ છીએ.
મોટાભાગના પ્રાણીઓ ગતિશીલ હોય છે. પ્રાણીઓ પરાવલંબી એટલે જીવન ટકાવવા માટે ખોરાક તરીકે અન્ય પ્રાણીઓનો શિકાર કરે છે. ઘણાં બધાં પ્રાણીઓ પાસેથી આપણને વિવિધ ગુણો શીખવા મળે છે. જેમકે કુતરો પ્રેમ, વફાદારી સાથે આજ્ઞાપાલનના રક્ષણની વાત કરે છે. વાઘ નીડરતા શીખવે છે. ઘણાં બધાં પશુ-પક્ષીઓ પૃથ્વીના સફાઈ કામદાર તરીકે તો કેટલાંક એક જગ્યાએથી ખોરાક ખાઈને બીજે ત્યાગ કરતા ત્યાં નવી સૃષ્ટિ નિર્માણ કરવામાં મદદ કરે છે. બધા જ પ્રાણીઓ આપણી પૃથ્વીના જ છે. તેમનું જતન કરવું આપણી પ્રથમ ફરજ છે.
પશુ-પક્ષી કલ્યાણ અને તેમના સંગઠનના કાર્યો સાથે તેમના અધિકારોની જાગૃતતા ફેલાવા દુનિયાભરમાં જ ઓક્ટોબરના રોજ ‘વિશ્વ પ્રાણી દિવસ’ તરીકે ઉજવાય છે. આ દિવસને વિશ્વભરમાં રાષ્ટ્રીયતા વિશ્વાસ, ધર્મ અને રાજકીય વિચારધારાની વિવિધ પધ્ધતિઓથી મનાવવામાં આવે છે.

બાળકો પ્રાણીઓનું કાર્ય અને તેનું મહત્વ સમજે તે હેતુથી અમારા બાલભવનમાંના ભાગરૂપે વેશભૂષા સ્પર્ધા રાખવામાં આવે હતી. જેની થીમ પ્રાણીઓ પર આધારિત હતી બધાં બાળકો પ્રાણીઓ બનીને આવ્યા હતા અને તેમની ઓળખ આપી હતી.
