gajeravidyabhavanguj
વર્લ્ડ ઈન્ટરનેશનલ ફાધર્સ ડે..
ગજેરા વિદ્યાભવન ગુજરાતી માધ્યમમાં આજરોજ શાળાનાં આચાર્યશ્રી ડૉ.ભાવેશભાઈ ઘેલાણી તથા સુપરવાઈઝરશ્રી ધારાબહેન તથા કિશોરભાઈના માર્ગદર્શન નીચે આ દિવસની ઉજવણી કરવામાં આવી અને જુદી-જુદી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલ તા.18/06/2022 ને શનિવારના રોજ ફાધર્સ ડે નિમિત્તે ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી જેમાં ફાધર્સ ડે નિમિત્તે સ્વ રચિત કાવ્ય પઠન સ્પર્ધા તેમજ ફાધર્સ ડે નિમિત્તે કાર્ડ મેકિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ. 8,9 નાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો. તેમજ બાળકો પોતાનાં પિતા માટે કોન્ફરન્સ હોલમાં અલગ અલગ સ્પીચ પણ આપી જેમાનો અંશ આ પ્રમાણે છે. જો દુનિયામાં વાર્તા પછી આપણા દિલની નજીક ખૂબ હોય તો તે આપણા પિતા કહેવાય છે કે દિકરીઓ પોતાના પિતાને ખૂબ જ નજીક હોય છે અને દીકરીઓ અને તેમના પિતાના જેવા જીવનસાથી ઈચ્છે છે. પિતાએ તેમના પરિવાર માટે સુખશાંતિ માટે દરરોજ પરસેવાની મહેનતથી કામ કરે છે. અને તેમને જે મૂડી મળે તે પરિવારની ખુશી માટે વાપરે છે. આમ, સાદા શબ્દોમાં કહેવામાં આવે તો પિતા એ આપણા પરિવારનું એક મહત્વપૂર્ણ આધાર ગણી શકાય છે જે કોઈપણ પ્રકારની સમસ્યા સામે લડવા તૈયાર રહે છે. પિતા વિષે જેટલું કહેવામાં આવે તેટલું ઓછું છે પિતાએ પોતાના બાળકને પ્રેમ કરે છે અને તે જોવે તેવું ખોટું કામ કરે તો ઠપકો પણ આપ્યો છે તે બાળકોના સારા ભવિષ્ય અને ખુશી માટે સખત મહેનત કરવામાં ક્યારેય અચકાતા નથી તેથી પિતાના સન્માન માટે દરવર્ષે વર્લ્ડ ઈન્ટરનેશનલ ફાધર્સ ડે ઉજવવામાં આવે છે.