gajeravidyabhavanguj
'વર્ચ્યુઅલ શ્રુતલેખન સ્પર્ધા'
Updated: Feb 22, 2021
‘શ્રુતલેખન એટલે સાંભળીને કરવામાં આવતું અનુલેખન’

ભાષા એ અભિવ્યક્તિનું માધ્યમ છે. ભાષા દ્વારા વિચારો અને પોતાની જાતને વધુ સારી રીતે સ્પષ્ટ કરી શકાય છે. સંભળાતી ભાષા ઉપરથી ભાષાને ઝીલવાની, સમજવાની, શીખવાની ક્ષમતા માનવ મસ્તિકમાં છે અને આ ક્ષમતા બાળક ગર્ભમાં હોય ત્યારથીજ કાર્યરત થઇ જાય છે. 3 વર્ષના બાળકનું મગજ કાને પડતી ભષાને ગ્રહણ કરવામાં અત્યંત કુશળ બની જાય છે.

વિચાર, સ્વપ્ન, લાગણી, રુદન અને ક્રોધ જેવા આવેગો જે ભાષામાં રજુ થાય તે શિક્ષણનું શ્રેષ્ઠ માધ્યમ ગણાય. શ્રવણ, પઠન અને લેખન એ શિક્ષણ કાર્યના મહત્વના અંગ છે. બાળક સાંભળે, લખે અને વાંચતા શીખે એ હેતુથી શાળામાં ‘શ્રુતલેખન’ કરાવવામાં આવે છે. શ્રુતલેખન દ્વારા બાળકોના શ્રવણ કૌશલ્યનો વિકાસ થાય છે. બાળકની શ્રવણશક્તિને વિકસાવવાના હેતુસર ગજેરા બાલભવનમાં ‘વર્ચ્યુઅલ શ્રુતલેખન સ્પર્ધા’ નું
આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ પ્રશ્નોતરી ક્વીઝ દ્વારા પૂછવામાં આવી હતી, જેમાં બાળકોએ ખુબ જ ઉત્સાહથી ભાગ લીધો હતો.
