top of page
  • Writer's picturegajeravidyabhavanguj

વર્ચ્યુઅલ વાલી-ટ્રસ્ટી મિટીંગ

"માતા -પિતા અને શિક્ષકનો સહિયારો પ્રયાસ એટલે બાળકનો સર્વાંગી વિકાસ"

મહામારીના કઠીન સમયમાં ઘરની ચાર દીવાલમાં પૂરાઈ રહેવું એ બાળકો માટે ન સમજાય તેવી માનસિક પરિસ્થિતિમાં મૂકી દેતુ હશે અને આવી વિપરીત પરિસ્થિતિમાં બાળકોને એક મા ની જેમ સંભાળવાનું કામ અમારુ ગજેરા વિદ્યાભવન કરી રહ્યું છે. બાળકો ઘરમાં રહીને સમયનો સદુપયોગ કરે અને શાળા અને અભ્યાસ કાર્યથી જોડાયેલા રહે તે માટે એક શૈક્ષણિક સેતુ બાંધવાનો પ્રયાસ કર્યો છે. બાળકો ઘરમાં રહીને રમતા રમતા પોતાનો અભ્યાસ કરી શકે તે માટે અમારા ગજેરા બાલભવનમાં 'ઓનલાઈન વર્ગ' લેવામાં આવતા હતા જેમાં બાળકોને અભ્યાસની સાથે વિવિધ એક્ટિવિટી દ્વારા ભાર વગરનું ભણતર મળી રહે તેનો ખ્યાલ શિક્ષકો દ્વારા રાખવામાં આવતો હતો ઓનલાઈન શિક્ષણ પદ્ધતિ અમારા માટે તેમજ વાલીશ્રી માટે પણ નવી હતી, અમારા આ ભગીરથ પ્રયાસમાં અમારા વાલીશ્રી તેમજ બાળકોએ ખૂબ જ સુંદર સાથ સહકાર આપ્યો છે.


વર્ષના અંતે અમારા વાલીશ્રી ને મૂંઝવતા પ્રશ્નો અને નવા વર્ષની યોગ્ય રૂપરેખા અંગે માર્ગદર્શન મળી રહે એ માટે અમારા બાલભવનમાં તા:6/5/21ના રોજ રાત્રે “વર્ચ્યુઅલ વાલી મીટીંગ” નું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું સંચાલન અમારા આચાર્યશ્રી સુનિતાબેન હિરપરા તેમજ ઉ.આચાર્ય શ્રી બિનીતાબેન જરીવાલાએ ખૂબ જ સુંદર રીતે કર્યું હતું.

આ મિટીંગમાં અમારા ટ્રસ્ટીશ્રી કિંજલબેન ગજેરા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે દરેક વાલીશ્રીની રજૂઆત ખૂબ જ શાંતિથી સાંભળી અને તેમને યોગ્ય માર્ગદર્શન આપ્યું અને વાલીઓને મૂંઝવતા પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવવા પ્રયત્ન કરીશું એવું આશ્વાસન પૂરું પાડ્યું હતું.

વાલી મીટીંગ ઓનલાઈન શિક્ષણ અંગેનો વાલીશ્રીનો અભિગમ ખૂબ જ સારો જોવા મળ્યો હતો.

"વાલીમિટીંગ એટલે વાલી, બાળક અને શિક્ષક વચ્ચેનો સંબંધ સેતુ"

નવા વર્ષમાં નવી દિશા, નવી ઊર્જા અને નવા બદલાવ સાથે આપણે પહેલ કરીએ તેવા વિચાર સાથે આ મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આપ સૌ નો ખુબ જ સુંદર સાથ સહકાર પ્રાપ્ત થયો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.

203 views0 comments
bottom of page