top of page
  • Writer's picturegajeravidyabhavanguj

વન્ય પ્રાણી પર્યાવરણનું ઘરેણું છે.- World Animal Day

"જંગલ જંગલ હા...હા... જંગલ,

ચલો સફારી...ચલો રે જંગલ,

યહાં હૈ અજગર, શેર ઔર બંદર,

ભાલુ, ચિત્તા, હથણી સીતા

અરે ડરો નહિ, યે સબ હૈ અમને દોસ્ત,

બડી અનોખી હૈ, દુનિયા ઈનકી,

ચલો કરે હમ હિફાજત ઈનકી..."

મનુષ્ય જન્મે ત્યારથી પર્યાવરણ સાથે જોડાયેલો હોય છે, પ્રાણીઓ પણ પર્યાવરણનો જ એક ભાગ છે અને તે આપણા જીવનમાં ખુબ જ જરૂરી છે. પાલતું પ્રાણીઓ જેવા કે ગાય, ભેંસ બકરી વગેરે આપણને દૂધ આપે છે. બળદ, હાથી આપણને ભારે વજન લઈ જવા માટે ઉપયોગી બને છે.

ઘોડા-ઊંટનો મુસાફરી માટે ઉપયોગ કરવામાં આવે છે. પાલતું પ્રાણીઓના મળ-મૂત્રનો ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવે છે. ઘેંટાના ઉનનો ઉપયોગ ગરમ કપડાં બનાવવામાં થાય છે.

આ ઉપરાંત વિવિધ ઔષધિઓ, સૌંદર્ય પ્રસાધનો, ખાદ્ય પદાર્થો બનાવવા માટે પણ પ્રાણીઓની ચરબીનો વિવિધ રીતે ઉપયોગ કરવામાં આવે છે.

ધરતી પર પંખી અને પ્રાણીઓનું એક જીવનચક્ર ચાલે છે. એ ચક્રની એક કડી તૂટે એટલે આખું જીવનચક્ર ખોરવાઈ જતું હોય છે. સ્વાભાવિક છે કે જીવ જ જીવને ખાય છે તેને કારણે એક જીવ એ કડી માંથી ઓછો થાય એટલે તેના પર નિર્ભર બાકીના જીવોની સંખ્યા ઉપર નિયંત્રણ આવવા માંડતું હોય છે.

ક્યારેક તે જીવ નામશેષ પણ થઈ જાય છે અને તેથી જ વિલુપ્ત થતાં પ્રાણીઓની રક્ષા અને માનવી સાથે પશુઓના સબંધને મજબુત કરવા દર વર્ષે ૪ ઓક્ટોબરના દિવસે “વિશ્વ પ્રાણી દિવસ” મનાવવામાં આવે છે. આ દિવસે પશુઓના અધિકારો અને તેના કલ્યાણ વગેરે સબંધિત જુદા-જુદા કારણોની સમીક્ષા કરવામાં આવે છે.


“પ્રાણીઓ એ પૃથ્વીની જીવન રેખા છે, તેથી વહેલી તકે તેમનું રક્ષણ કરીએ”

બાળકોને પ્રાણીઓની ઓળખ થાય અને તેઓ તેના રહેઠાણ અને ઉપયોગીથી પરિચિત થાય એ માટે અમારા બાલભવનમાં વિશ્વ પ્રાણી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

જેમાં શિક્ષકોએ વર્ગખંડમાં જંગલની પ્રતિકૃતિ બનાવી બાળકોને જંગલ સફારીની ઝાંખી કરાવી હતી.



131 views0 comments
bottom of page