gajeravidyabhavanguj
વન્યસૃષ્ટિ એ પૃથ્વીનું આભુષણ છે- વિશ્વ વન્યજીવન દિવસ

પાલતું ન હોય તેવા બધા જ પ્રાણીઓ અને જેની ખેતીવાડી ન થતી હોય તેવી બધી જ વનસ્પતિઓ તેમજ સુક્ષ્મ જીવોને વન્યજીવો કહેવામાં આવે છે. તે નિર્વસન તંત્રમાં આહાર જાળની અગત્યની કડીઓ છે. તેથી નિવસનતંત્રનું સંતુલન જાળવવામાં મદદરૂપ છે. વન્યજીવોનું સૌથી વધારે મહત્વ જનીન બેંક તરીકેનું છે. ભવિષ્યમાં આ જાનીનો ખુબ ઉપયોગી નીવડી શકે છે.
સાંસ્કૃતિક પ્રધાન એવા આપણા દેશમાં વ્રુક્ષો, વનો અને વન્યજીવોની પૂજા અર્ચના આદિ-આદિકાળથી થતી આવે છે. વનો આપણા માટે અમુલ્ય છે. “પરોપકરાય ફલનિત વૃક્ષો” દ્વારા આપણી સંસ્કૃતિમાં વૃક્ષો દ્વારા માનવ ઉપર કરવામાં આવતા સમગ્ર ઉપકરોનું એક જ વાક્યમાં સર્વાગી વર્ણન કરવામાં આવેલ છે. વૃક્ષો અને વનો માનવીની પાયાની એવી તમામ જરૂરિયાતો સંતોષે છે.

આપણે સૌ જાણીએ છીએ કે કુદરતી શક્તિ અને કુદરતી બનેલા તત્વો શૃંખલાઓ વગેરેનું નિયમન પર કુદરત જ કરે છે. પરંતુ કુદરતની સમાવિષ્ટ પ્રાણી સૃષ્ટિમાં માનવ એ આગવું સ્થાન ધરાવે છે. માનવ બુદ્ધિશાળી હોવા છતાં કુદરતી શૃંખલાને સીધી અને આડકતરી રીતે નુકશાન કરી રહ્યો છે. માનવે પોતાના લાભ અને સ્વાર્થ ખાતર કુદરતી સંપત્તિને ખલેલ પહોંચાડી છે.

આજના સમયની વાસ્તવિકતા એ છે કે સતત વધતું પ્રદુષણ વાતાવરણ પર એ રીતે વિપરીત અસર કરી રહ્યું છે કે જેના ખરાબ પરિણામ તરીકે જીવ-જંતુઓ અને વનસ્પતિઓની અનેક પ્રજાતિઓ લુપ્ત થવાને આરે છે આ લુપ્ત થવાને આરે ઉભેલા વન્યજીવો, વનસ્પતિઓના સંવર્ધન, સંરક્ષણ અને જાળવણીની જાગૃતિ કેળવવા પ્રતિવર્ષ 3 માર્ચે “વિશ્વ વન્યજીવન દિવસ” મનાવવામાં આવે છે.

બાળકો નાશ્વત થયેલા પ્રાણીઓની ઓળખ મેળવે અને વન્યજીવનથી પરિચિત થાય તે માટે અમારા બાલભવનમાં ‘વિશ્વ વન્યજીવન દિવસ’ ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાળકોને પ્રોજેક્ટર દ્વારા વન્યો જીવનો પરિચય આપી તેમને નુકશાન ન કરવું જોઈએ અને વૃક્ષો વાવી પર્યાવરણ ને બચાવવું તે અંગે સમજ આપી હતી.
વિશ્વ વન્ય જીવન દિવસ પર ચાલો આપણે બધા સંકલ્પ કરીએ કે વન્ય પ્રાણીઓ અને પ્રકૃતિનું રક્ષણ કરીશું.
"જૈસે કરતે હૈ હમ અપની સુરક્ષા,
વૈસે હી અબ કરે વન્ય જીવો કી રક્ષા"