gajeravidyabhavanguj
લેખનકાર્ય માં અક્ષર ની સુંદરતા
“સારા અક્ષર હંમેશા શ્રેષ્ઠ લક્ષ્ય તરફ દોરી જાય છે”
“ભાષા શુદ્ધ તો લેખન શુદ્ધ”
ગુજરાતી ભાષાના ચાર કૌશલ્યો છે: શ્રવણ, કથન, વાંચન, લેખન. આપણે જાણીએ છીએ તેમ લેખનના જુદા-જુદા પ્રકારો છે, જેમ કે સુલેખન, અનુલેખન, શ્રુતલેખન. સુલેખન એટલે સુંદર અક્ષરનું લેખન, અનુલેખન એટલે જોઈને લખવું, જ્યારે શ્રુતલેખન એટલે શ્રવણ કરીને લખવું તે. લેખનકાર્ય બાળકોને ક્ષમતા પ્રમાણે જુદી-જુદી પદ્ધતિથી કરાવવામાં આવે છે.
અક્ષર એ માનવીનો અરીસો છે. અક્ષર પરથી જ વ્યક્તિના વ્યક્તિત્વની ઓળખ થાય છે. અક્ષર મરોડના આધારે, વ્યક્તિની સારી અને ખરાબ છાપ ઊભી થાય છે. અક્ષરનું માનવીના જીવનમાં ઘણું મહત્વ છે. અક્ષર એ જ્ઞાનનું ઘરેણું છે. જો અક્ષર ખરાબ હોય તો બાળપણમાં નહીં પણ મોટા થઈને લઘુતાગ્રંથીથી પીડાય છે.
આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી જે પોતે સુંદર અક્ષર લેખનકાર્ય કરી શકતા ન હતા, પોતે આ ભૂલને સ્વીકારી તમામ બાળકો પાયાથી જ સુંદર અને મરોડદાર અક્ષરે તેવી હિમાયત કરી હતી. સાથે સાથે તેમણે કહ્યું હતું કે
“ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે,
“સુંદર અક્ષર એ હાથનું ઘરેણું છે”
આમ તેમના આ વિચારોને અનુરૂપ ગજેરા વિદ્યાભવનના ભૂલકાઓ પણ સુલેખન દ્વારા પોતાની ભાષા શુદ્ધિ અને અક્ષરોની સુંદરતાને સ્પર્ધાના માધ્યમ દ્વારા નિરૂપણ કરી હતી,
વર્ષ દરમિયાન શિક્ષક બાળકોને શુદ્ધ શબ્દો, વાક્યો, ફકરા, નિબંધ, લેખો લખવાનું શીખવે છે. કોઈપણ ફકરો કે વાક્ય પસંદ કરી શિક્ષક બાળકો સમક્ષ લેખનકાર્ય કરે અને બાળકો સુંદર લેખન કરે આ હેતુ સાથે ગજેરા વિદ્યાભવન માં ધોરણ ૧ થી ૪માં સુલેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોએ પાસ થયો પાઠ્યપુસ્તકના એક ફકરાનું એકાગ્રતાપૂર્વક લેખન કર્યું હતું. નિર્ણાયકશ્રી એ નિરીક્ષણ કર્યા બાદ બાળકોને નંબર આપી પ્રોત્સાહિત કર્યા હતા.