gajeravidyabhavanguj
લોકગીત નું મહત્વ

લોકસાહિત્યમાં જેટલું મહત્વ શબ્દને અપાયું છે, તેટલું જ ક્યારેક તો શબ્દ થી પણ વધારે મહત્વ સંગીતને અપાયું છે. સ્વર સાથે નો શબ્દ તે જ લોક વાંગ્મ્ય , ઉચ્ચારતો લયબદ્ધ શબ્દ એ જ લોકસાહિત્ય. જેમાં શબ્દ, સૂર અને તાલ મળે એટલે ભાવ ઉત્પન્ન થાય. લોક જીવનના દરેક ક્ષેત્રમાં માનવીએ સંગીતનો સહારો લીધો છે. લોકસંસ્કૃતિને ,લોક જીવનને સુમધુર કરનાર તત્વો હોય તો તે છે લોકસંગીત. લોકસંગીત નો ઉદ્ભવ જ માનવ સંવેદનાઓના ઉદ્ભવ સાથે થયો છે. જ્યારે આદિમાનવ એ પોતાના હૃદયના ભાવોને વ્યક્ત કરવા સુર નો સહારો લીધો ત્યારે સ્વયંભૂ સ્વર,લય તાલ અને શબ્દાવલીનું સહજ રીતે જ અવતરણ થયું અને તેમાંથી પ્રગટ થયુ લોકસંગીત.

‘લોકગીત’ એટલે લોકો વડે ઘડાતું અને ગવાતુ ગીત, કંઠસ્થ સાહિત્યમાં પરંપરાથી ઊતરી આવેલ કે કોઈ અજ્ઞાન ગીતકાર જોડી વહેતું મૂકેલું તે ગાન, ‘ફોક્સોંગ’ લોકગીતોના પણ વિવિધ પ્રકારો છે જે આ પ્રમાણે છે: ગાથા અથવા ભજનોના રૂપમાં આવિર્ભાવ પામેલું સાહિત્ય. તેમાં મંદિરો વગેરે ધર્મસ્થાનોમાં ગવાતા ભજનો અને કિર્તનો તથા જાગરણ, મોળાકત વગેરે પ્રસંગે શેરીમાં ગવાતા વિનોદપ્રદ ગીતોનો સમાવેશ થાય છે. મરસિયા કે રાજિયા વગેરે શોકપૂર્ણ ગીતો તથા ભાટ, ચારણ, વહીવંચા, ગઢવી ના દુહા, કવિતા તથા રાસ જેવા ઐતિહાસિક ગીતો પણ તેમાં સમાવિષ્ટ થાય છે. મળવા રાજપુતાનામા ગવાતા માંડ મેવાડામાં ગવાતા મેવાડા, બનારસમાં વરસાદના દિવસોમાં ગવાતા ક્જ્જલી, આગ્રા તથા મથુરામાં ગવાતા રસિયા, બંગાળામાં એક જ ઢબથી ગવાતા કીર્તનો અને ગુજરાતમાં ગુજરાતણો ના ગરબા નો સમાવેશ થાય છે.


ગુજરાતમાં આજે લોકગીત ની વર્તમાન પરિસ્થિતિ એ છે કે તે શહેરીકરણ, ઔદ્યોગીકરણ, પશ્ચિમીકરણ અને આધુનિકરણ તરફ સમગ્ર લોકસમુદાય આગળ વધી રહ્યો છે. એવા સમયે લોકગીત ના બદલે ઘોંઘાટિયું મનોરંજક, હલકું, ઉછાંછળું લોકભોગ્ય સંગીત, પરંપરિત રચનાઓને બદલે ફરમાશું કવિઓ દ્વારા જોડકણા ની રજૂઆત, એકના એક છંદ-દુહા ,લોકગીતો ને ભજનનોની તદ્દન વિકૃત રજૂઆત થાય છે
ઉપરોક્ત પરિસ્થિતી વધુન કણસે તેમજ વિદ્યાર્થીઓ ‘લોકગીત’ ને સમજે એ ઉદેશ્યથી ગજેરા વિદ્યાભવનમાં (ગુજરાતી માધ્યમમાં) ધોરણ ૬ અને ૭ના વિદ્યાર્થીઓ માટે ‘લોકગીત’ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ. તેમાં ઘણા ખરા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
આ સ્પર્ધા નો મુખ્ય હેતુ લોક સંસ્કૃતિની જાળવણી કરવી તેમજ ‘લોકગીત’ ના વારસાને વિદ્યાર્થીઓ સમજે તેમજ તેમનું યોગ્ય જતન કરે એ જ છે.