gajeravidyabhavanguj
National Science Day
એશિયાના પહેલા ભૌતિકશાસ્ત્રી સર સી.વી.રામન જેમણે નોબેલ પુરસ્કાર પ્રાપ્ત કર્યો. એમણે “રામન ઈફેક્ટની” શોધ કરી હતી. તેમની યાદમાં 28 ફેબ્રુઆરી “રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ” તરીકે ઉજવવામાં આવે છે.
ભારતના દક્ષિણ ભાગમાં આવેલા તીરુચીરવલ્લી તમિલનાડુ રાજ્ય ખાતે હિન્દુ બ્રાહ્નણ પરિવારમાં ૭ નવેમ્બર ૧૮૮૮ના રોજ સર.સી.વી.રામનનો જન્મ થયો હતો. એક વખત દરિયાની મુસાફરી દરમિયાન તેમને પ્રશ્ન થયો કે દરિયો કેમ ભૂરા રંગનો દેખાય છે. આ વાતથી એમણે પ્રકાશનો ગુણધર્મો ઉપર વિસ્તૃત સંશોધન શરૂ કર્યું. તેમણે તારણ કાઢ્યું કે સફેદ રંગનો પ્રકાશ સાત રંગોનો બનેલો હોય છે. પ્રકાશના ગુણધર્મ પર કરેલા સંશોધને તેમને ૧૯૩૦ માં “નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યું હતું.
કતારગામ ખાતે આવેલ ગજેરા વિદ્યાભવન ગુજરાતી માધ્યમમાં વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ-6 થી 9 ના વિદ્યાર્થીઓએ વૈજ્ઞાનિક સિદ્ધાંત પર આધારિત વિજ્ઞાનના મોડેલ બનાવ્યા. દરેક વિદ્યાર્થીઓએ ખૂબ જ મહેનત કરી મોડેલ બનાવ્યા હતા. વિદ્યાર્થીઓએ મુલાકાત લેવા આવનાર વાલીઓને મોડેલની વિસ્તૃત માહિતી આપી હતી.
સાયન્સ ફેરમાં કુલ ૫૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. માલીબા કોલેજમાં ફરજ બજાવતા પ્રોફેસર શ્રીમાન ડો.નિલેશભાઈ પંડ્યા નિર્ણાયક તરીકે ઉપસ્થિત થયા હતા. તેમણે મોડલને લગતા પ્રશ્નો પૂછ્યા હતા વિદ્યાર્થીઓએ સંતોષકારક જવાબ આપ્યા હતા. ભાગ લીધેલ તેમજ વિજેતા વિદ્યાર્થીઓને ગજેરા શાળા પરિવાર વતી ખૂબ-ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.