top of page
  • Writer's picturegajeravidyabhavanguj

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ

"હર વિજ્ઞાન દર્શન કે રૂપ મે શરુ હોતા હે,

ઓર સંશોધન કે રૂપ મે સમાપ્ત હોતા હૈ"

  • ઈશ્વરે માનવીને બુદ્ધિ આપીને તેણે બધા પ્રાણીઓમાં સર્વોપરી બનાવ્યો છે. આદિકાળથી માનવી પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને અવનવી શોધો કરતો રહ્યો છે. સાગરના પેટાળમાં, જ્વાળામુખીના પેટમાં, ઉત્તરધ્રુવના નિર્જન બરફ-રણમાં, અરે! જ્યાં સૂર્યના કિરણ પણ નથી પહોંચી શકતા ત્યાં વિજ્ઞાનના સાધનોની મદદથી પહોંચી જઈને માણસે કેટકેટલા અણખુલ્યા રહસ્યો ઉઘાડી નાખ્યા છે. વળી અનેક જીવલેણ રોગો સાધ્ય બનાવીને ભૂગર્ભ રેલ અને ઘડીના છઠ્ઠા ભાગમાં ક્યાં પહોંચાડી દે એવી અત્યંત ઝડપી વાહનોની શોધોએ તો વિજ્ઞાનની બોલબાલા કરી દીધી છે.

  • સુખ સગવડના યાંત્રિક સાધનો, મોબાઈલ અને કોમ્પ્યુટર ઉપરાંત હવે તો યંત્ર માનવ(રોબોટ) ની શોધો આવકાર્ય છે અને માનવીના જીવનના તમામ ક્ષેત્રોને વિજ્ઞાન દ્વારા સરળ બનાવી, વિજ્ઞાનના તથ્યો અને સિદ્ધાંતો દ્વારા આપણી કલ્પનાઓને પાંખો આપવાનો શ્રેય આપણા દેશના મહાન વિજ્ઞાનિકોને ફાળે જાય છે. વિજ્ઞાન એ માનવ જાત માટે વરદાન છે.

"વિજ્ઞાન એક પ્રયોગ જેસા હૈ, જીતની બાર પ્રયત્ન કરોગે,

પહેલે સે બહેતર પરિણામ પાઓગે"

  • ભારતની ધરતી પર કેટલાય મહાન વૈજ્ઞાનિકોએ જન્મ લીધો છે અને તેમના જ એક મહાન વૈજ્ઞાનિક એટલે ડો.સી.વી. રામન તેઓ એક તાલીમ બ્રહ્માણ હતા અને તેઓ એવા પહેલાં વ્યક્તિ હતા જેમણે ભારતમાં શોધકાર્ય કર્યું હતું. ૨૮મી ફેબ્રુઆરી ના રોજ તેમણે રમન પ્રભાવ (કિરણો) ની ખોજ કરી હતી આ દિવસને યાદગાર બનાવવા માટે દર વર્ષે ૨૮મી ફ્રેબ્રુઆરીને ‘રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ’ના રૂપમાં મનાવવામાં આવે છે. જેનો મુખ્ય ઉદ્દેશ એ છે કે આપણા દેશમાં આવનારી પેઢી વિજ્ઞાન ક્ષેત્રમાં પોતાનું યોગદાન આપી શકે અને આપણા દેશની તરક્કી થઇ શકે.

"આજ તક કી સબસે બડી વૈજ્ઞાનિક ખોજ ખુદ વિજ્ઞાન હી હૈ"

  • પરિવર્તનશીલ શિક્ષણ સાથે બાળકોમાં ‘વિજ્ઞાન ક્રાંતિના બીજાનુકરણ’ થાય એ હેતુથી અમારા બાલભવનમાં વિજ્ઞાન ડે ની ઉજવણી કરવામાં અઆવી હતી જેમાં શિક્ષકોએ વર્ચુઅલ રીતે વિજ્ઞાનના વિવિધ પ્રયોગો બતાવી બાળકોને તેની તારણ વિસ્તૃત રીતે સમજાવ્યું હતું. જેથી બાળક પ્રયોગને સમજીને જાતે કરવા પ્રેરાય એની સાથે બાળકો માટે પણ પ્રયોગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોએ ભાગ લીધો હતો અને પોતાની સમજશક્તિ પ્રમાણે પ્રોયોગો કરી તેનું રાષ્ટ્રીયકરણ કર્યુ હતું.

“વિજ્ઞાન સરળતાથી પોતાની શ્રેષ્ઠતાનો પરિચય આપે છે”

  • બાળક કોઈપણ નવી વસ્તુ જોઈ જીજ્ઞાશાવશ વિચારે છે કે આવું શા માટે થાય છે તેણે એના પ્રશ્નોનો ઉચિત નિરાકરણ મળે ત્યારે જ વિજ્ઞાન દિવસનો ઉદ્દેશ સફળ બનાવી શકાય છે.

177 views0 comments
bottom of page