top of page
  • Writer's picturegajeravidyabhavanguj

રાષ્ટ્રીય મતદાતા દિવસ

25 મી જાન્યુઆરી એટલે ‘રાષ્ટ્રીય મતદાતા દિવસ’ તરીકે મનાવવામાં આવે છે. આપણા દેશમાં ચુંટણીપંચ ધ્વારા દરવર્ષે ‘રાષ્ટ્રીય મતદાતા દિવસ’ ની ઉજવણી કરવામાં આવે છે તેના ધ્વારા મતદાતાને જાગૃત કરવામાં આવે છે. આ વર્ષે 13 માં રાષ્ટ્રીય મતદાતા દિવસ ની ઉજવણીમાં “મતદાનથી વિશેષ કઈ નહી, હું અવશ્ય મતદાન કરીશ” આ થીમ પર વિશેષ ભાર આપવામાં આવ્યો હતો.

રાષ્ટ્રીય મતદાતા દિવસ અંતર્ગત ગજેરા વિદ્યાભવનમાં ઉજવણી કરવામાં આવેલ હતી. જેમાં ધોરણ 11,12 ના વિદ્યાર્થીને વધુ મતદાન કરે તે બાબતે જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તથા મતદાન માટેની પ્રતિક્ષા લેવડાવવામાં આવી હતી. મતદાર કાર્ડ સાથે આધારકાર્ડ લિંક વિશેની માહિતી તથા વિશેષ અન્ય માહિતી પૂરી પાડવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં અતિથી વિશેષ નાયબ મામલતદાર દિપકભાઈ મારું ના અધ્યક્ષ પદે, સેક્ટર ઓફિસરશ્રીને સન્માનિત કર્યા હતાં. તથા બી.એલ.ઓ.ની કામગીરી કરનારા સાહેબશ્રીઓને સન્માનિત કરવામાં આવેલ હતાં.

  • સન્માનિત સેક્ટર ઓફિસરશ્રી

1. અમિતકુમાર ગડરીયા (સુપરવાઈઝર) – S.M.C. NORTH ZONE, SURAT

2. સચીન અજયકુમાર ગાંધી (સુપરવાઈઝર) – S.M.C. NORTH ZONE, SURAT

3. ધવલ ડી.કંથારીયા (ટે.આસીસ્ટન્ટ) – S.M.C. NORTH ZONE, SURAT

  • સન્માનિત બી.એલ.ઓ.શ્રી.

1. અનિતાબેન સાંડીસ ભાગ નં.6 (ક્લાર્ક) – સુરત મહાનગરપાલિકા

2. જે.આર.પટેલ ભાગ.નં.174 (ક્લાર્ક) – સુરત મહાનગરપાલિકા

3. ભૂપેન્દ્રભાઈ પટેલ ભાગ નં.142 (ક્લાર્ક) – સુરત મહાનગરપાલિકા


આ કાર્યક્રમમાં શાળાનાં આચાર્યશ્રી ડૉ.ભાવેશભાઈ ઘેલાણી તથા સુપરવાઈઝરશ્રી ધારાબહેન અને કિશોરભાઈએ હાજરી આપી હતી અને વિદ્યાર્થીને પ્રોત્સાહિત કર્યા હતાં.


આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન શિક્ષકશ્રી રાઘવભાઈ તથા આશિષભાઈ સાવલિયા ધ્વારા કરવામાં આવ્યું હતું.

75 views0 comments
bottom of page